ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

‘જસપ્રીત બુમરાહ ત્રણેય ફોર્મેટમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર’ ગૌતમ ગંભીરે આપ્યું કારણ

Text To Speech
  • જસપ્રિત બુમરાહ રમતના કોઈપણ તબક્કે મેચને ફેરવી શકે છે: ગૌતમ ગંભીર

HD ન્યૂઝ ડેસ્ક, 18 સપ્ટેમ્બર: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, જસપ્રિત બુમરાહ ત્રણેય ફોર્મેટમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર છે. જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ભારતીય ટીમની બહાર હતો પરંતુ જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેણે પાછળ વળીને જોયું નથી. ગયા વર્ષે, ODI વર્લ્ડ કપ અને પછી T20 વર્લ્ડ કપમાં, તેણે ટીમને ઘણી મેચ જીતવામાં મદદ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હકીકટમાં બુમરાહ અત્યારે વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલર છે. સૌથી સારી વાત એ છે કે, તે વધુને વધુ ટેસ્ટ ક્રિકેટ રમવા માંગે છે. આ કરવું સહેલું નથી. તે રમતના કોઈપણ તબક્કે મેચને ફેરવી શકે છે. આશા છે કે તે આ શ્રેણીમાં અને ભવિષ્યમાં પણ આવું જ ચાલુ રાખશે.”

 મુખ્ય કોચ ગૌતમ ગંભીરે શું કહ્યું?

ગૌતમ ગંભીરે એમ પણ કહ્યું કે, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા જેવા બોલરોએ બેટિંગને મહત્ત્વ આપવાનું ભારતનું વલણ બદલી નાખ્યું છે. આ બોલરોએ ભારતને બોલિંગને મહત્ત્વ આપતો દેશ બનાવ્યો. તેમણે ટી20 ફોર્મેટમાં વેસ્ટ ઈન્ડિઝમાં જે કર્યું, તે લાલ બોલ ક્રિકેટમાં પણ કરી શકે છે. જે તેણે ઈંગ્લેન્ડ સામે કર્યું હતું. આ એક સન્માનની વાત છે કે, અમારી પાસે જસપ્રિત બુમરાહ જેવો ખેલાડી છે જે અમારા માટે રમે છે અને ડ્રેસિંગ રૂમમાં બેઠો છે, જે રમતના કોઈપણ સ્તરે ફેરફાર કરી શકે છે અને ફરક લાવી શકે છે.”

બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટેની ભારતની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કે.એલ.રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર. અશ્વિન, આર. જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ, યશ દયાલ.

બાંગ્લાદેશની ટીમ: નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), શાકિબ અલ હસન, નાહીદ રાણા, મોમિનુલ હક, લિટન કુમેર દાસ, સૈયદ ખાલિદ અહેમદ, મહમુદુલ હસન જોય, મેહદી હસન મિરાજ, નઈમ હસન, ઝાકિર હસન, મુશ્ફિકુર રહીમ, તસ્કીન અહેમદ, હસન મહમૂદ. ઝેકર અલી અનિક, તૈજુલ ઈસ્લામ, શાદમાન ઈસ્લામ. 

આ પણ જૂઓ: રિકી પોન્ટિંગની IPL 2025માં એન્ટ્રી: આ ટીમમાં મળી મોટી જવાબદારી

Back to top button