જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, સૌથી ઝડપી 200 વિકેટ લેનાર ભારતીય બન્યો
- બૂમરાહે ટેસ્ટ મેચના ચોથા દિવસે 4 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને બેકફૂટ પર લાવી દીધું
મેલબોર્ન, 29 ડિસેમ્બર: જસપ્રીત બુમરાહે બોક્સિંગ ડે ટેસ્ટમાં ભારત માટે આજે રવિવારે પુનરાગમન કર્યું છે. ચોથા દિવસે 4 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને બેકફૂટ પર લાવી દીધું છે. બુમરાહે ટ્રેવિસ હેડને આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 200 વિકેટ પૂરી કરી હતી. આ સાથે તેણે ઈતિહાસ રચ્યો છે. ભારતીય બોલરની એવરેજ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બોલર મેલ્કમ માર્શલ, જોએલ ગાર્નર અને કર્ટલી એમ્બ્રોસ કરતા સારી છે. બોલિંગ એવરેજ દર્શાવે છે કે, બોલર પ્રતિ વિકેટ કેટલા રન આપી રહ્યો છે.
જાન્યુઆરી 2018માં ડેબ્યૂ કરનાર જસપ્રીત બુમરાહ ભલે ભારત માટે મેચોની દ્રષ્ટિએ 200 વિકેટ લેનારો સંયુક્ત રીતે બીજો સૌથી ઝડપી બોલર હોય, પરંતુ બોલની દ્રષ્ટિએ કોઈ પણ ભારતીય બોલર તેની બરાબરી કરી શકે તેમ નથી. તે સૌથી ઓછા બોલમાં 200 વિકેટ લેનારો ભારતીય બોલર છે. બુમરાહે 20થો ઓછી એવરેજ સાથે તેની 200મી ટેસ્ટ વિકેટ 8484માં બોલ પર લીધી હતી. મોહમ્મદ શમીએ 9896માં બોલ પર 200મી વિકેટ લીધી હતી.
શ્રેષ્ઠ એવરેજ સાથે 200 વિકેટ લેનાર બોલરો
- જસપ્રીત બુમરાહ 19.5
- મેલ્કમ માર્શલ 20.9
- જોએલ ગાર્નર 21.0
- કર્ટલી એમ્બ્રોઝ 21.0
કમિન્સ અને રબાડાએ પણ 44 મેચમાં 200 વિકેટ લીધી
પ્રથમ દાવમાં ચાર વિકેટ લીધા બાદ બુમરાહે ટેસ્ટના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં બીજી વિકેટ લઈને 200 વિકેટની સિદ્ધિ હાંસલ કરી હતી. બુમરાહે તેની 44મી ટેસ્ટમાં ટ્રેવિસ હેડને 1 રન પર આઉટ કરીને તેની 200મી વિકેટ લીધી હતી. પેટ કમિન્સ અને કગિસો રબાડાએ પણ 44 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.
સૌથી ઝડપી 200 વિકેટ લેનાર ભારતીય
બુમરાહે તેની 200મી ટેસ્ટ વિકેટ 8484માં બોલ પર લીધી હતી. આ સાથે તે બોલિંગમાં સૌથી ઝડપી 200 વિકેટ લેનાર ભારતીય બન્યો હતો. તેણે મોહમ્મદ શમીને પાછળ છોડી દીધો, જેણે 9896માં બોલ પર તેની 200મી વિકેટ લીધી. વકાર યુનિસ, ડેલ સ્ટેન અને કગિસો રબાડા પછી બુમરાહ સૌથી ઝડપી 200 વિકેટ ઝડપનાર ચોથો બોલર છે.
સૌથી ઓછા બોલમાં 200 ટેસ્ટ વિકેટ ઝડપનારા ખેલાડીઓ
- વકાર યુનિસ – 7725
- ડેલ સ્ટેઈન – 7848
- કગીસો રબાડા – 8154
- જસપ્રીત બુમરાહ – 8484
- મેલ્કમ માર્શલ – 9234
20થી ઓછી બોલિંગ એવરેજ સાથે 200 વિકેટ લેનાર પ્રથમ બોલર
જાન્યુઆરી 2018માં ડેબ્યૂ કરનાર બુમરાહ 20થી ઓછી બોલિંગ એવરેજ સાથે 200 વિકેટ લેનાર પ્રથમ બોલર છે. બુમરાહથી સારી બોલિંગ એવરેજ સાથે કોઈ બોલરે વધુ વિકેટ લીધી નથી. સક્રિય ખેલાડીઓમાં રબાડા સૌથી નજીક છે. બુમરાહનો સ્ટ્રાઈક રેટ પણ 200 વિકેટ ક્લબના બોલરોમાં રબાડા અને સ્ટેઈન કરતા સારો છે.
માત્ર અશ્વિનથી પાછળ
મેચોની વાત કરવામાં આવે તો ભારતીય બોલરોમાં માત્ર ઓફ સ્પિનર આર અશ્વિન (38 મેચ)એ બુમરાહ કરતા ઝડપી 200 વિકેટ લીધી છે. જાડેજાએ પણ બુમરાહ જેટલી મેચોમાં 200 વિકેટ પૂરી કરી હતી. ઈનિંગની તેની પ્રથમ વિકેટ સાથે, બુમરાહ 2019થી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 150 ટેસ્ટ વિકેટ પૂરી કરનાર કમિન્સ અને મિચેલ સ્ટાર્ક પછી માત્ર ત્રીજો ઝડપી બોલર બન્યો. ત્રણ ચક્રમાં ભારતીય બોલરોમાં માત્ર અશ્વિને બુમરાહ (151) કરતાં વધુ વિકેટ (195) લીધી છે.
ભારત માટે સૌથી ઓછા બોલમાં 200 ટેસ્ટ વિકેટ ઝડપનાર ખેલાડીઓ
- 8484 – જસપ્રીત બુમરાહ
- 9896-મોહમ્મદ શમી
- 10248-આર અશ્વિન
- 11066-કપિલ દેવ
- 11989-રવિન્દ્ર જાડેજા
આ પણ જૂઓ: કોનેરુ હમ્પીએ ઇતિહાસ રચ્યો, બીજી વખત વર્લ્ડ રેપિડ ચેસનો ખિતાબ જીત્યો; જૂઓ વીડિયો
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં