ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ડંકી રુટની દાસ્તાન: પંજાબથી રખડતા રખડતા 6 મહિને અમેરિકામાં પહોંચ્યા, 30 લાખનો ખર્ચ કર્યો, પહોંચતા જ ત્યાંથી પાછા ભારત મોકલી દીધા

ફતેહગઢ, 6 ફેબ્રુઆરી 2025: પંજાબના ફતેહગઢ ચૂડિયાના જસપાલ સિંહ 24 ફેબ્રુઆરી 2024ના રોજ અમેરિકામાં નવા જીવનની શરુઆતનું સપનું લઈ ભારતથી રવાના થયા હતા. પોતાની બચત, વિશ્વાસ અને શાનદાર ભવિષ્યની આશા આ બધા પર અમેરિકામાં હૂરિયો બોલાવી દીધો છે. પણ સારી શરુઆતનો મોકો મળવાની જગ્યાએ તેમને ધરપકડ અને ડિપોર્ટેશન મળ્યું. તેની સાથે જ તેમણે પોતાની આખી બચત પણ ખોઈ દીધી અને સપના પર પાણી ફરી વળ્યું.

જસપાલ એ 104 ભારતીયોમાંથી એક છે.જેમને બુધવારે અમેરિકી સૈન્ય વિમાનથી ભારત પાછા લાવવામાં આવ્યા. આ તમામ 104 લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરતા હતા. રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગેરકાયદેસર પ્રવાસીઓને લઈને નવા નિયમ અનુસાર, ભારતમાં વાપસી થઈ છે. ટ્રમ્પ અમેરિકામાં રહેતા તમામ ગેરકાયદેસર પ્રવાસીઓને આવી જ રીતે તેમના દેશમાં મોકલી રહ્યા છે.

કાયદેસરના વીઝા લઈને જવા માગતા હતા પણ…

જસપાસ કાયદેસરના વીઝા લઈ અમેરિકા વસવા માગતા હતા, તેના માટે તેમણે એજન્ટને 30 લાખ રુપિયા પણ આપ્યા હતા,પણ એજન્ટે છેતરપીંડી કરી. પીટીઆઈ સાથે વાત કરતા જસપાલ જણાવે છે કે, એજન્ટ સાથે મારે એગ્રીમેન્ટ થયું હતું તે મને પ્રોપર વીઝા સાથે કાયદેસર રીતે અમેરિકા મોકલશે. પણ મને દગો મળ્યો. આ ડિલ 30 લાખમાં થઈ હતી અને હવે મારા બધા રુપિયા ડૂબી ગયા. એજન્ટે મને સૌથી પહેલા પંજાબથી યુરોપ મોકલ્યો. મને લાગ્યું કે, હું કાયદેસર રીતે જઈ રહ્યો છું. ત્યાંથી હું બ્રાઝીલ ગયો પછી મને ડંકી રુટ પર મોકલી દીધો.

ડંકી રુટ પર 6 મહિના વિતાવ્યા

જસપાલ જણાવે છે કે, ડંકી રુટથી અમેરિકા પહોંચવામાં તેને 6 મહિા લાગ્યા અને જેવા બોર્ડર પાર કરીને અમેરિકામાં એન્ટ થયા તો પેટ્રોલિંગ કરનારા જવાનોએ તેમની ધરપકડ કરી લીધી. તે આ જાન્યુઆરી મહિનામાં અમેરિકા પહોંચ્યા હતા. અમેરિકામાં 11 દિવસ રહ્યા અને એ પણ ધરપકડમાં.

હાથકડી અને ઝંઝીરો લગાવીને પાછા આવ્યા

તે જણાવે છે કે, જ્યારે મને સૈન્ય વિમાનમાં બેસાડવામાં આવ્યો તો મને લાગ્યું કે કોઈ અન્ય ડિટેંશન સેન્ટર લઈ જઈ રહ્યા છે. મને નહોતી ખબર કે આ લોકો મને ભારત પાછા મોકલી રહ્યા છે. બાદમાં એક અધિકારીએ જણાવ્યું કે, અમે લોકો પાછા ભારત જઈ રહ્યા છીએ. જસપાલ જણાવે છે કે, તેમને હાથકડી અને ઝંઝીરો લગાવીને અમેરિકાથી રવાના કરી દીધા. અમૃતસર પહોંચતા તેમની હાથકડીઓ છોડવામાં આવી. જ્યારે તેઓ સૈન્ય વિમાનમાંથી બહાર નીકળ્યા તો ખબર પડી કે આ તો ભારત પાછા આવી ગયા.

આ પણ વાંચો: શેખ હસીનાએ દેશવાસીઓને સ્પીચ આપી ને હિંસા ભડકી, વિરોધીઓએ ઘરને સળગાવી દીધું

Back to top button