ટોપ ન્યૂઝવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

જાપાનનું SLIM મુન મિશન ચંદ્રની સપાટી ઉપર પહોંચ્યું

Text To Speech

નવી દિલ્હી, 19 જાન્યુઆરી : જાપાનનું સ્લિમ મૂન મિશન ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. હવે જાપાન ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરનાર પાંચમો દેશ બની ગયો છે. આ પહેલા ભારત, રશિયા, અમેરિકા અને ચીન આ સફળતા મેળવી ચૂક્યા છે. SLIM એટલે સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેટિંગ મૂન મિશન. જાપાની સ્પેસ એજન્સી JAXAએ કહ્યું કે તેણે લેન્ડિંગ માટે 600×4000 કિમીના વિસ્તારમાં શોધ કરી છે. સ્લિમ આ વિસ્તારમાં ઉતર્યો છે. આ સ્થાન ચંદ્રના ધ્રુવીય પ્રદેશમાં છે.

નક્કી કરેલા સ્થળ ઉપર જ કર્યું ઉતરણ

મોટી વાત એ છે કે વાહને ઉતરાણ માટે પસંદ કરેલ સ્થળની નજીક ચોક્કસ ઉતરાણ કર્યું હતું. કારણ કે જાપાનનું લક્ષ્ય હતું કે તેનું અવકાશયાન લેન્ડિંગ સાઇટના 100 મીટરની અંદર ઉતરવું જોઈએ અને આ કાર્યમાં તેને સફળતા મળી છે. આ લેન્ડિંગ સાઈટનું નામ શિઓલી ક્રેટર છે. આ ચંદ્ર પરનું સૌથી Black Spot કહેવાય છે. અન્ય સંભવિત લેન્ડિંગ સાઇટ મેર નેક્ટરિસ છે. જેને ચંદ્રનો દરિયો કહેવામાં આવે છે. સ્લિમ અદ્યતન ઓપ્ટિકલ અને ઇમેજ પ્રોસેસિંગ ટેકનોલોજીથી સજ્જ છે. એક્સ-રે ઇમેજિંગ અને સ્પેક્ટ્રોસ્કોપી મિશન (XRISM) પણ SLIM સાથે ગયું છે. તે ચંદ્રની આસપાસ ફરશે અને ચંદ્ર પર વહેતા પ્લાઝ્મા પવનોની તપાસ કરશે. જેથી કરીને બ્રહ્માંડમાં તારાઓ અને આકાશગંગાની ઉત્પત્તિ જાણી શકાય. તે જાપાન, નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું છે.

સ્લિમ પાંચ મહિનાની મુસાફરી પછી ચંદ્ર પર પહોંચ્યો

જાપાને પણ 06 સપ્ટેમ્બર 2023ની સવારે તાંગેશિમા સ્પેસ સેન્ટરના યોશિનોબુ લોન્ચ કોમ્પ્લેક્સથી ચંદ્ર મિશન લોન્ચ કર્યું હતું. H-IIA જાપાનનું સૌથી ભરોસાપાત્ર રોકેટ છે. આ તેમની 47મી ફ્લાઇટ હતી. તે મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બનાવવામાં આવે છે. તેનો સફળતા દર 98% છે. SLIM એ હળવા વજનનું રોબોટિક લેન્ડર છે. આ મિશનને મૂન સ્નાઈપર પણ કહેવામાં આવી રહ્યું છે. આ મિશન 831 કરોડ રૂપિયાથી વધુનું છે.

Back to top button