ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

બેંગલુરુ એરપોર્ટના ટર્મિનલ 2ની સુંદરતા જોઈને દંગ રહી ગઈ જાપાની વ્લોગર, જૂઓ વાયરલ વીડિયો

Text To Speech
  • ફ્લાઇટ પરથી ઉતરીને કિકી ચેન નામની જાપાની વ્લોગરે ટર્મિનલનું નિરીક્ષણ કર્યું અને મંત્રમુગ્ધ થઈ ગઈ

બેંગલુરુ, 15 નવેમ્બર: જાપાની ટ્રાવેલ વ્લોગર બેંગલુરુના કેમ્પેગોડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (KIA)ના ટર્મિનલ 2 (T2)ને જોઈને દંગ રહી ગઈ હતી અને તેણીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયોમાં પોતાનો આ ખાસ અનુભવ પણ શેર કર્યો હતો. ફ્લાઇટ પરથી ઉતરીને કિકી ચેન નામની જાપાની વ્લોગરે ટર્મિનલનું નિરીક્ષણ કર્યું અને તેના લાઉન્જ, વેઇટિંગ એરિયા અને ફૂડ જોઈન્ટ્સથી મંત્રમુગ્ધ થઈ ગઈ.

જૂઓ આ વાયરલ વીડિયો

 

View this post on Instagram

 

A post shared by KIKI CHEN or YIN (@chromaticcharms)

ભારતનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ ટર્મિનલ!

ટ્રાવેલ વ્લોગરે વીડિયોના કેપ્શનમાં લખ્યું કે,  “ભારતનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ ટર્મિનલ! બધું જ વાંસમાંથી બનેલું છે, ચેક-ઇન કાઉન્ટર પણ.” વીડિયોમાં લખવામાં આવ્યું છે કે, “વિશ્વાસ નથી આવતો કે હું ભારતના એરપોર્ટ પર હતી.” કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2ને પેરિસ સ્થિત પ્રતિષ્ઠિત આર્કિટેક્ચરલ એવોર્ડ જ્યુરી, યુનેસ્કોના પ્રિક્સ વર્સેલ્સ દ્વારા વિશ્વના સૌથી સુંદર એરપોર્ટ ટર્મિનલ તરીકે સ્થાન મળ્યું છે.

ટર્મિનલને પોતાની અસાધારણ ડિઝાઇન માટે ‘ઇન્ટીરિયર માટે સ્પેશિયલ એવોર્ડ’ મળ્યો હતો. અંદાજે રૂ. 5,000 કરોડના ખર્ચે બાંધવામાં આવેલ T2એ બગીચાના શહેર તરીક ઓળખાતા બેંગલુરુને એક ટ્રિબ્યુટ છે, જે પ્રવાસીઓને “બગીચામાં ચાલવાનો” એક શાંત અનુભવ આપે છે. મુસાફરોને 10,000 ચોરસ મીટરથી વધુ ગ્રીન વોલ, હેંગિંગ ગાર્ડન્સ અને આઉટડોર ગાર્ડન્સમાંથી મુસાફરી કરવાની તક મળે છે, જે તમામ સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારતમાં બનાવવામાં આવ્યા છે.

Back to top button