ટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગવર્લ્ડ

જાપાન: 379 મુસાફરોથી સવાર વિમાન સળગી ઉઠ્યું, જૂઓ વીડિયો

Text To Speech
  • ટોક્યોના હાનેડા એરપોર્ટના રનવે પર જાપાની એરલાઈન્સના વિમાનમાં આગ લાગી, વિમાનમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ

ટોક્યો, 02 જાન્યુઆરી: નવું વર્ષ જાપાન માટે મુશ્કેલી ભર્યું શરુ થયું છે. વર્ષના પહેલા જ દિવસે ભારે ભૂકંપ આવતાં મુશ્કેલીનો સામનો કર્વો પડ્યો હતો, ત્યારે આજે ટોક્યોના હાનેડા એરપોર્ટના રનવે પર જાપાની એરલાઈન્સના વિમાનમાં આગ લાગી હતી. વિમાનમાં 379 મુસાફરો સવાર હતા. વિમાનમાં આગ લાગતાંની સાથે જ આ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

વિમાનમાં 379 મુસાફરો સવાર હતા

  • ન્યૂઝ એજન્સી રોઈટર્સ પાસેથી મળેલી માહિતી અનુસાર જે પ્લેનમાં આગ લાગી હતી તેમાં 379 મુસાફરો સવાર હતા. જો કે સદ્નસીબે આ તમામ 379 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

 

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્લેન સળગી રહ્યું છે અને તેમાં જોરદાર જ્વાળાઓ દેખાઈ રહી છે. ફાયરના જવાનોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. નોંધનીય છે કે હાનેડા એ જાપાનના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક છે અને નવા વર્ષની રજાઓમાં ઘણા લોકો અહીંથી મુસાફરી કરે છે.

કેવી રીતે વિમાનમાં લાગી આગ?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિમાન લેન્ડિંગ પછી તે અન્ય પ્લેન સાથે અથડાયું હતું, જેના કારણે તેમાં આગ લાગી હતી. આગ લાગતાંની સાથે જ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

  • અહેવાલો અનુસાર, આ વિમાન JAL ફ્લાઇટ 516 હતું, જેણે જાપાનના શિન ચિટોઝ એરપોર્ટથી હાનેડા માટે ઉડાન ભરી હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.

આ પણ વાંચો: જાપાનમાં 7.5 તીવ્રતાના ભૂકંપમાં અત્યાર સુધી 13નાં મૃત્યુ, સેંકડો ઘરો અને દુકાનો બળીને રાખ

Back to top button