ટ્રેન્ડિંગવર્લ્ડ

જાપાને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકેનો તાજ ગુમાવ્યો, મંદીની અસર

Text To Speech
  • ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં જાપાનની અર્થવ્યવસ્થામાં આવેલો ઘટાડો જવાબદાર

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી: જાપાનની અર્થવ્યવસ્થા હવે મંદીની ઝપેટમાં છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, જાપાન હવે દુનિયાની ત્રીજી અર્થવ્યવસ્થામાંથી સરકીને ચોથા સ્થાને પહોંચી ગયું છે. જેની પાછળનું કારણ ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બરના ત્રીજા ક્વાર્ટરમાં જાપાનની અર્થવ્યવસ્થામાં આવેલો ઘટાડો છે. ઉલ્લેખનીય છે કે, હવે જર્મનીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાનો ખિતાબ મળ્યો છે. જેથી જાપાન ત્રીજી મોટી અર્થતંત્રમાંથી ચોથા ક્રમે સરકી ગયું છે. જાપાનની અર્થવ્યવસ્થામાં ક્વાર્ટર-ટુ-ક્વાર્ટરના આધારે ઘટાડો જોવા મળ્યો છે.

જાપાનની અર્થવ્યવસ્થાની પરિસ્થિતિ

જાપાનની કેબિનેટ ઓફિસે જણાવ્યું હતું કે, ઓક્ટોબર-ડિસેમ્બરમાં દેશની સ્થાનિક ઉત્પાદકતામાં 0.4 ટકાનો ઘટાડો થયો છે. અગાઉના ક્વાર્ટરમાં પણ તે 3.3 ટકા ઘટ્યો હતો. રિપોર્ટ અનુસાર, સતત ત્રીજા ક્વાર્ટરમાં ઘર અને બિઝનેસ બંનેના ખર્ચમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

બ્લૂમબર્ગના અર્થશાસ્ત્રી અનુસાર, ચોથા ક્વાર્ટરમાં સ્થાનિક ઉત્પાદકતામાં થયેલા ઘટાડાથી જાપાન મંદીની ઝપેટમાં આવી ગયું છે. આવી સ્થિતિમાં, તે શંકાસ્પદ છે કે બેંક ઓફ જાપાન ટૂંક સમયમાં જાન્યુઆરીમાં મોકલવામાં આવેલા સંકેતોનું પાલન કરશે. આ સંકેત વર્તમાન સ્થિતિથી પીછેહઠ કરવાનો સંકેત છે. ચોથા ક્વાર્ટરમાં, જાપાનની જીડીપીમાં વાર્ષિક ધોરણે 0.4 ટકાનો ઘટાડો થયો છે. અર્થવ્યવસ્થામાં પણ 0.1 ટકાનો ઘટાડો થયો છે. આ સિવાય જાપાનના ખાનગી વપરાશમાં પણ ચોથા ક્વાર્ટરમાં 0.2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

1960ના અંત સુધી જાપાન વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી

એવી અપેક્ષા રાખવામાં આવી છે કે જાપાનની અર્થવ્યવસ્થાને સુધારવા માટે બેન્ક ઓફ જાપાન ટૂંક સમયમાં મહત્વનો નિર્ણય લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, 1960ના અંત સુધી જાપાન વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી. બીજાથી ચોથા સ્થાને સરકી જવા સુધીમાં જાપાનને ઘણા જટિલ આર્થિક પડકારોનો સામનો કરવો પડ્યો છે.

આ પણ જુઓ: 2023માં 59,000થી વધુ ભારતીયોને USની નાગરિકતા પ્રાપ્ત થઈ

Back to top button