અઠવાડીયામાં 90 કલાક કામ કરવાની માથાકૂટ: એક એવો દેશ જ્યાં કામના કલાકો ઘટવા લાગ્યા છતાં દુનિયામાં વાગે છે ડંકો
Trending story, 11 જાન્યુઆરી 2025: હાલમાં જ લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેન એસએન સુબ્રહ્મણ્યનના નિવેદને દેશમાં વર્કિંગ કલ્ચર પર ચર્ચા શરુ થઈ ગઈ. તેમણે કર્મચારીઓને અઠવાડીયામાં 90 કલાક, એટલે કે રવિવાર સહિત કામ કરવાની સલાહ આપી. જે કેટલાય લોકોને વાહિયાત અને અવ્યાવહારિક લાગી. આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યાં ભારતમાં પહેલાથી જ લોકો વધારે કામ કરવાનું ભારણ વેઠી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના જણાવ્યા અનુસાર, સરેરાશ ભારતીય કર્મચારી દર અઠવાડીયે 46.7 કલાક કામ કરે છે. તો વળી દેશના 51 ટકા કર્મચારી દર અઠવાડીયે 49 કલાક અથવા તેનાથી વધારે કામ કરે છે. આ મામલામાં ભારત દુનિયામાં બીજા નંબરે આવે છે. આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં વર્ક લાઈફ બેલેન્સ હજુ પણ એક મોટો પડકાર બનેલો છે.
ભારતમાં જ્યાં કામના કલાકો વધારવાની વાત થઈ રહી છે, તો વળી જાપાન, જે એક સમયે લાંબા વર્કિંગ અવર્સ માટે બદનામ હતું તે હવે નવા રસ્તે આગળ વધી રહ્યું છે.
કામ જિંદગીનો ભાગ છે, આખી જિંદગી નથી
જાપાન એક એવો દેશ છે, જે લાંબા સમયથી કઠોર કામકાજી સંસ્કૃતિ અને પ્રેશર માટે ઓળખાય છે. તેનું સૌથી ભયાનક પાસૂ હતું કરોશી, એટલે વધારે કામ કરવાના કારણે થતાં મોત. પણ હવે જાપાનમાં કામકાજની સંસ્કૃતિમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. જાપાનમાં 2022માં જ લગભગ 3000 લોકોના મોત કામના કારણે આત્મહત્યા કરી ચુક્યા છે. જ્યારે કેટલાય અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. લાંબા કામકાજી કલાકો અને ટાર્ગેટ પુરો કરવાના પ્રેશર લોકોના સ્વાસ્થ્ય પર ભારે પડી રહ્યા છે.
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, જાપાનમાં વાર્ષિક કામકાજના કલાકોમાં ભારે ઘટાડો આવ્યો છે. 2000માં જ્યાં સરેરાશ કામના કલાકો 1839 કલાક હતા. તો વળી 2022 સુધી તે ઘટીને 1626 કલાક રહી ગયા એટલે કે 11.6 ટકાનો ઘટાડો આવ્યો. આ ફેરાફર જાપાનના એ યૂરોપિય દેશોને નજીક લાવી રહ્યા છે, જ્યાં કામ અને જીવન વચ્ચે સંતુલનને પ્રાથમિકતા આપવામાં આવે છે.
આ ફેરફાર પાછળ જાપાનની યુવા પેઢીનો મોટો હાથ છે. તેમની પ્રાથમિકતા હવે લાંબી વર્કિંગ અવર્સની જગ્યાએ વર્ક લાઈફ બેલેન્સ બનાવવાનું છે.
ઉદાહરણ તરીકે 2000માં 20-29 વર્ષના પુરુષ સરેરાશ 46.4 કલાક પ્રતિ અઠવાડીયું કામ કરતા હતા. જે હવે ઘટીને 38.1 કલાક રહી ગયું છે. જાપાનના કમ્યુનિકેશન એક્સપર્ટ માકોટો વતનબેના જણાવ્યા અનુસાર, આ ટ્રેંડ આજના યુવાનોની સમજદારી બતાવે છે. હવે યુવા વ્યક્તિગત લાભ વિના વધારે મહેનતને શોષણ માને છે અને તેની ફગાવી દે છે.
આ પણ વાંચો: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: 42 દિવસની રજા મળશે, પણ આ શરતો લાગુ થશે