જંત્રીના ભાવ ડબલ થતા સરકારી તિજોરીમાં આવક રૂ. 170 કરોડને પાર જશે. તેમજ નાગરિકોને દસ્તાવેજ કરવામાં વધુ નાણાં ચૂકવવા પડશે. તથા મહિલાઓને નોંધણી ફીની રકમમાંથી માફી મળી છે. જેમાં ગત વર્ષે જિલ્લામાં 30,700 દસ્તાવેજો થયા હતા. સરકારે જંત્રીના ભાવ ડબલ કરી દેતા તેની સીધી અસર જમીન, મકાન, દુકાન અને ફલેટના સોદામાં થનાર છે.
આ પણ વાંચો: ગુજરાત: કોંગ્રેસના ધારાસભ્યને છ માસની સજા પડી, જાણો શું હતો કેસ
સરકારી આવક રૂ. 170 કરોડને પાર થઈ જાય તેવી શક્યતા
મહેસુલ વિભાગના પરિપત્ર બાદ સોમવારથી સમગ્ર રાજયની સબ રજિસ્ટ્રાર કચેરીમાં સ્ટેમ્પ ડયૂટી અને નોંધણીની ફીની બમણી રકમ લોકોને ચૂકવવી પડશે. ત્યારે ઝાલાવાડની વાત કરીએ તો ગત વર્ષે જિલ્લામાં 30,700 દસ્તાવેજો થયા હતા. જેમાં તંત્રને સ્ટેમ્પ ડયૂટી અને નોંધણી ફીની રૂ. 86,18,54,00પની આવક થઈ હતી. ત્યારે સરકારના જંત્રી ડબલ કરવાના નિર્ણયથી ઝાલાવાડમાં હવે આ સરકારી આવક રૂ. 170 કરોડને પાર થઈ જાય તેવી શક્યતા રહેલી છે.
રીયલ એસ્ટેટમાં તેજીનો તોખાર જોવા મળ્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કાળ દરમિયાન રીયલ એસ્ટેટમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું, પરંતુ છેલ્લા વર્ષ 2022માં ફરી રીયલ એસ્ટેટમાં તેજીનો તોખાર જોવા મળ્યો હતો. જેમાં વર્ષ 2021માં થયેલ દસ્તાવેજો કરતા વર્ષ 2022માં દસ્તાવેજોની સંખ્યા અને તંત્રની આવક વધી હતી. ત્યારે તાજેતરમાં સરકારે સમગ્ર રાજયમાં 12 વર્ષ બાદ જંત્રીના ભાવમાં વધારો ઝીંકયો છે. અને તા. પને સોમવારથી જંત્રીના ભાવ ડબલ કરી દેવાયા છે. સરકારે છેલ્લે તા. 18-4-2011ના રોજ નવી જંત્રી બહાર પાડી હતી. ત્યારબાદ 12 વર્ષે તેમાં સુધારો કરવામાં આવનાર છે.
આ પણ વાંચો: ગુજરાત: સચિવાલયની ગલીઓમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અંદરની વાત બહાર આવી
સરકારના આ નીર્ણયથી રાજયની મહેસુલી આવક તો વધશે પરંતુ જમીન-મકાનના સોદા કરનાર લોકો પર બોજ પણ વધશે. ઝાલાવાડની વાત કરીએ તો ગત વર્ષ 2022માં જિલ્લામાં 30,700 દસ્તાવેજો નોંધાયા હતા. જેમાં તંત્રને સ્ટેમ્પ ડયૂટીની 73,53,77,586 રૂપિયાની અને નોંધણી ફીની રૂપિયા 12,64,76419ની આવક મળી કુલ રૂપિયા 86,18,54,005ની આવક થઈ હતી. જિલ્લાની વિવિધ સબ રજીસ્ટ્રાર કચેરીએ નોંધાયેલા આ દસ્તાવેજોમા મોટાભાગના દસ્તાવેજો વેચાણ દસ્તાવેજો થયા છે. આ ઉપરાંત મોર્ગેજ લોન માટે થતા દસ્તાવેજ, વસિયતનામુ, બક્ષીસના દસ્તાવેજોની સંખ્યા પણ નોંધપાત્ર રહી છે.
મહિલાઓને નોંધણી ફીની રકમમાંથી માફી મળી
મહેસુલ વિભાગના નીયમ મુજબ જો દસ્તાવેજ મહીલાના નામે થતો હોય તેઓને સ્ટેમ્પ ડયુટીની રકમ તો ભરવી પડે છે પરંતુ તેઓને થતી નોંધણી ફીમાંથી મુકતી મળે છે. વર્ષ 2022 દરમીયાન જિલ્લામાં મહીલાઓના નામે 7,564 દસ્તાવેજો થયા છે. જેમાં મહીલાઓને ભરતી પડતી રૂપિયા3,57,03,10 નોંધણી ફીમાંથી માફી આપવામાં આવી છે.
ગત વર્ષે માર્ચમાં સૌથી વધુ અને ઓકટોબરમાં સૌથી ઓછા દસ્તાવેજ થયા
સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 202રના જાન્યુઆરીથી ડીસેમ્બર માસ દરમીયાન થયેલ દસ્તાવેજોના આંકડા પર નજર કરીએ તો સૌથી વધુ દસ્તાવેજ માર્ચ માસમાં 3,245 થયા છે. જયારે સૌથી ઓછા દસ્તાવેજ ઓકટોબર માસમાં 2,014 જ થયા હતા. જયારે સ્ટેમ્પ ડયુટીની આવકની રીતે જોઈએ તો સૌથી વધુ આવક તંત્રને મે માસમાં સ્ટેમ્પ ડયુટી તરીકે થઈ છે. મે માસમાં દસ્તાવેજ પેટે રૂપીયા 7,51,35,693 જેટલી રકમ સ્ટેમ્પ ડયુટી તરીકે સરકારી ખાતામાં જમા થઈ છે.
આ વર્ષે જાન્યુઆરીમાં વધુ દસ્તાવેજ અને તંત્રને આવક થઈ
સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષ 2022ના જાન્યુઆરી માસમાં 2,342 દસ્તાવેજો થયા હતા. જેમાં તંત્રને સ્ટેમ્પ ડયૂટી પેટે રૂપિયા 4,95,63,155ની આવક થઈ હતી. જયારે આ વર્ષ 2023ના જાન્યુઆરી માસની જો વાત કરીએ તો ગત માસમાં જિલ્લામાં 2,577 દસ્તાવેજો થયા છે. જેમાં તંત્રને સ્ટેમ્પ ડયૂટીની આવક 6,32,07,846 થઈ છે. આ ઉપરાંત ગત વર્ષની સરખામણીએ આ વર્ષે જાન્યુઆરી માસમાં રજિસ્ટ્રેશન ફીની આવક, મહિલા માફીના દસ્તાવેજોની સંખ્યા પણ વધુ નોંધાઈ છે.