નેશનલ

જંતર મંતર થયું સાફ. પહેલવાનોએ કહ્યું “અમે અમારો સત્યાગ્રહ ફરીથી શરુ કરીશું”

છેલ્લા એક મહિનાથી દિલ્હી પોલીસ જંતર-મંતર પર રેસલિંગ એસોસિએશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિતના અન્ય કુસ્તીબાજો પર સુરક્ષા કર્મચારીઓ સાથે છેડછાડ કરવા, હુલ્લડ કરવા અને ફરજ પરના જાહેર સેવકના કામમાં અવરોધ લાવવાનો કેસ નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલો જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નવી સંસદનું ઉદ્ઘાટન કર્યું હતું એ સમયે વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિતના કુસ્તીબાજોએ રવિવારે જંતર-મંતરથી નવી સંસદ સુધી કૂચ કરી હતી. આ પછી પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી ભારે હોબાળો થયો. દિલ્હી પોલીસે જંતર-મંતરથી નવા સંસદ ભવન તરફ કૂચ કરી રહેલા કુસ્તીબાજોની અટકાયત કરી હતી. પોલીસે જંતર-મંતર પરથી કુસ્તીબાજોનો ટેન્ટ પણ હટાવી દીધો છે. રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાના વડા બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજોની એક મહિનાથી વધુ લાંબી હડતાળને લઈને દિલ્હી પોલીસે કડક વલણ અપનાવ્યું છે.

આ પણ વાંચો : પૂર્વ પતિ સંજય કપૂર સાથે જોવા મળી કરિશ્મા, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

રવિવારે શું થયું?
કુસ્તીબાજોએ રવિવારે જંતર-મંતરથી નવા સંસદ ભવન સુધી કૂચની જાહેરાત કરી હતી. આ સાથે કુસ્તીબાજોએ સંસદની બહાર જ મહિલા મહાપંચાયત બોલાવી હતી. જોકે, પોલીસે તેમને આ માટે પરવાનગી આપી ન હતી. આ સાથે પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જ્યારે તેઓએ નવા સંસદ ભવનથી ત્રણ કિલોમીટર દૂર જંતર-મંતરથી કૂચ શરૂ કરી ત્યારે પોલીસે બેરિકેડ લગાવીને તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ફોગાટ બહેનો અને સાક્ષી મલિકે સુરક્ષા ઘેરાને તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી પ્રદર્શનકારીઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. જે બાદ પોલીસે કુસ્તીબાજોને કસ્ટડીમાં લઈને બસોમાં અલગ-અલગ જગ્યાએ લઈ ગયા. આ પછી પોલીસે ગાદલા, ટેન્ટ અને કુલર, પંખા હટાવીને જંતર-મંતર ખાલી કર્યું હતું. ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિકે ટ્વિટ કરીને જંતર-મંતર પર પોતાની ધરણા ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી. તેણે ટ્વિટ કર્યું, “અમારું આંદોલન પૂરું થયું નથી… અમે જંતર-મંતરથી અમારો સત્યાગ્રહ શરૂ કરીશું. આ દેશમાં કોઈ તાનાશાહી નહીં ચાલે પણ મહિલા કુસ્તીબાજોનો સત્યાગ્રહ થશે.”

આ પણ વાંચો : ભારત માટે ગર્વની વાત : અવકાશમાં ISROની બીજી મોટી સફળતા, નેવિગેશન સેટેલાઇટ NVS 01 લોન્ચ 

જાણો વિનેશ ફોગાટ શું કહ્યું ?
આ પહેલા મીડિયા સાથે વાત કરતા વિનેશ ફોગાટે આરોપ લગાવ્યો હતો કે, “સરકાર અમારા પર સમાધાન માટે દબાણ કરી રહી છે, પરંતુ અમે સમાધાન માટે તૈયાર નથી કારણ કે જે શરત રાખવામાં આવી છે તે બ્રિજભૂષણની ધરપકડની બિલકુલ નથી. નવી સંસદની સામે મહિલા સન્માન મહાપંચાયત યોજાશે.”નોંધનીય વાત એ છે કે સાંજે જ વિનેશ ફોગટ, સાક્ષી મલિક સહિત તમામ મહિલા વિરોધીઓને મુક્ત કરવામાં આવ્યા.

Truth Can Be Troubled But Not Defeated": Vinesh Phogat Amid Wrestlers' #MeToo Battle With Federation | Wrestling News

આ પણ વાંચો : હૃતિક રોશને IIFA 2023માં શ્રેષ્ઠ અભિનેતાનો જીત્યો એવોર્ડ

જંતર-મંતર ખાતે આયોજકો અને કુસ્તીબાજો સામે IPC કલમ 147 (હુલ્લડો), 149 (ગેરકાયદેસર સભા), 186 (ડ્યુટીમાં જાહેર સેવકને અવરોધવું), 188 (જાહેર સેવક દ્વારા યોગ્ય રીતે જાહેર કરાયેલ આદેશનું અનાદર), 332 (સ્વૈચ્છિક રીતે) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. જાહેર સેવકને તેની ફરજથી રોકવા માટે નુકસાન પહોંચાડવું), 353 (જાહેર સેવકને તેની ફરજ બજાવવાથી અટકાવવા માટે હુમલો અને બારાખંબા પોલીસ સ્ટેશનમાં પીડીપીપી એક્ટની કલમ 3 ઉમેરવામાં આવી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં પીડિત મહિલાઓ માટે વન સ્ટોપ સેન્ટર એક આશરો

Back to top button