પર્પલ ટ્રેડિશનલ આઉટફિટમાં જન્નત ઝુબૈર લાગી એકદમ ગોર્જિયસ, સ્માઈલને જોઈને ફેન્સ થયા ઘાયલ
જન્નત ઝુબૈર ટીવીની પોપ્યુલર એક્ટ્રેસમાંથી એક છે. જન્નતે ચાઈલ્ડ આર્ટિસ્ટથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જે બાદ તે અનેક શોઝમાં જોવા મળી.
જન્નત હાલ ખતરોં કે ખેલાડી 12ને લઈને ચર્ચામાં છે. રોહિત શેટ્ટી આ શોમાં જન્નત જોરદાર સ્ટંટ કરતા જોવા મળી રહી છે.
એટલું જ નહીં પરંતુ જન્નત આ સીઝનની સૌથી નાની કન્ટેસ્ટન્ટ છે અને શોમાં મોંઘી કન્સ્ટેસ્ટન્ટમાંથી પણ એક છે.
જન્નત ઝુબૈરે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરમાં તે લાઈટ પર્પલ ગાઉનમાં જોવા મળી રહી છે.
લાઈટ પર્પલ ગાઉનમાં જન્નત જુબૈર ઘણી જ સુંદર દેખાઈ છે. પોતાની નિર્દોષતા અને મોહક સ્મિતથી તે લોકોનું દિલ જીતી રહી છે.
જન્નતે પોતાના લુકને વધુ ગોર્જીયસ બનાવવા માટે પોતાના વાળને ખુલ્લાં રાખ્યા છે. એક્ટ્રેસની સુંદર સ્માઈલ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.
જન્નત ઝુબૈર વારંવાર ટ્રેડિશનલ આઉટફિટમાં તસવીર શેર કરે છે. ફેન્સને તેમનો દરેક અંદાજ ઘણો જ પસંદ પડે છે.
સોશિયલ મીડિયામાં જન્નત ઝુબૈરની શાનદાર ફેન ફોલોઈંગ જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર તેને 43.7 મિલિયન ફોલોઅર્સ ફોલો કરે છે.
જન્નત ઝુબૈરની ટીવી શ્રેણીની વાત કરીએ તો તે છેલ્લે ટીવી શો તૂ આશિકીમાં પંક્તિ શર્માની ભૂમિકામાં જોવા મળી હતી.