ટ્રેન્ડિંગધર્મ

Janmashtami 2023: જન્માષ્ટમી ક્યારે છે? બે આઠમથી મુંઝાતા નહીં

Text To Speech
  • જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો
  • મોક્ષ પ્રાપ્તિ માટે કરવામાં આવે છે જન્માષ્ટમીનો ઉપવાસ
  • જન્માષ્ટમીની તારીખને લઇને આ વર્ષે થઇ રહ્યુ છે કન્ફ્યુઝન

શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણના બાળ ગોપાલ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમીની તારીખને લઈને મૂંઝવણ છે. આ વખતે અષ્ટમી બે દિવસ હોવાથી જન્માષ્ટમી વ્રતને લઈને આ મૂંઝવણ સર્જાઇ છે. આ વર્ષે જન્માષ્ટમીના વ્રતને લઈને મૂંઝવણ છે કે તે 6 કે 7 સપ્ટેમ્બરે ક્યારે મનાવવામાં આવશે? કારણ કે, બંને દિવસ અષ્ટમી તિથિ છે. ચાલો જાણીએ કે મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કયા દિવસે થશે?

Janmashtami 2023: જન્માષ્ટમી ક્યારે છે? બે આઠમથી મુંઝાતા નહીં hum dekhenge news

જન્માષ્ટમી વ્રત 2023ની તિથિ અને મુહૂર્ત

6 સપ્ટેમ્બરે શ્રાવણની શુક્લ પક્ષની અષ્ટમી તિથિ બપોરે 3.38 વાગ્યે શરૂ થશે અને 7 સપ્ટેમ્બરે 4.15 સુધી ચાલુ રહેશે. આ સાથે 6 સપ્ટેમ્બરે સવારે 9.20 કલાકે રોહિણી નક્ષત્રનો પ્રારંભ થશે. રોહિણી નક્ષત્ર 7મીએ સવારે 10.25 કલાકે સમાપ્ત થશે. શાસ્ત્રોમાં એવો નિયમ છે કે સોમવાર કે બુધવારે જો અષ્ટમીનો દિવસ છે તો તે દિવસે જન્માષ્ટમીનું વ્રત રાખવું લાભદાયી છે. આ વખતે અષ્ટમી તિથિ સાથે રોહિણી નક્ષત્રનો પણ સંયોગ છે. આવી સ્થિતિમાં, 6 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી વ્રતનું પાલન કરવું ગૃહસ્થો અને સામાન્ય લોકો માટે વિશેષ ફળદાયી રહેશે. જ્યારે શાસ્ત્રીય નિયમ મુજબ સાતમી સપ્ટેમ્બરના દિવસે વૈષ્ણવ લોકો માટે જન્માષ્ટમીનું વ્રત કરવું શુભ રહેશે.

જન્માષ્ટમીનું શું છે મહત્વ?

ધાર્મિક માન્યતાઓ અનુસાર જન્માષ્ટમીના તહેવારનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. ભગવાન કૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર છે. ભગવાન કૃષ્ણના વિશેષ આશીર્વાદ મેળવવા લોકો ઉપવાસ કરે છે. આ દિવસે મંદિરોમાં વિશેષ શણગાર પણ કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ દહીં હાંડીના ઉત્સવનું પણ આયોજન કરવામાં આવે છે. મધ્યરાત્રિએ ભગવાન કૃષ્ણના મંદિરોમાં લોકો એકઠા થાય છે અને રાતે 12 વાગ્યે કૃષ્ણજન્મોત્સવ યોજાય છે. મંદિરોમાં કેક કાપીને કૃષ્ણનો જન્મદિવસ ઉજવાય છે. જન્માષ્ટમીના  દિવસે ભગવાન શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે વ્રત રાખવાની પરંપરા છે.

આ પણ વાંચોઃ ઘરમાં આર્થિક તંગીના કારણ ક્યાંક કોઇ વાસ્તુ દોષ તો નથી ને?

Back to top button