ટ્રેન્ડિંગધર્મ
આવક સ્થિર થઇ ગઇ હોય તો જન્માષ્ટમી પર કરો આ ખાસ ઉપાય, લક્ષ્મીજી થશે પ્રસન્ન
- જન્માષ્ટમીએ કૃષ્ણ પૂજા કરવાથી માં લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે
- જન્માષ્ટમીના દિવસે કન્યાઓને તમારા ઘરે બોલાવી ખીર ખવડાવો
- કૃષ્ણ મંદિરમાં જઇને પીળા વસ્ત્રો અર્પણ કરો
જન્માષ્ટમીના શુભ અવસરે ઘરને સજાવીને અને નિયમો અનુસાર પૂજા કરવાથી શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય છે અને આપણા ખિસ્સાને ખુશીઓથી ભરી દે છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી ધનની દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. તો જાણો શું છે આ ઉપાયો.
- ઘણા પ્રયત્નો કર્યા પછી પણ જો તમારી આવક વધતી ન હોય તો જન્માષ્ટમીના દિવસે 7 કન્યાઓને તમારા ઘરે બોલાવો અને તેમને સન્માન સાથે ખીર અથવા સફેદ મીઠાઈ ખવડાવો. ત્યારબાદ સતત પાંચ શુક્રવાર સુધી કન્યાઓને ખીર અથવા સફેદ મીઠાઈ આપો. આમ કરવાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થશે.
- જો તમારા ઘરમાં પૈસાને લઈને ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો હોય તો જન્માષ્ટમીના દિવસે સવારે સ્નાન કરીને કૃષ્ણ મંદિરમાં જઈને ભગવાનને પીળી માળા અને પીળા વસ્ત્રો અર્પણ કરો. આમ કરવાથી તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન આવશે.
- જો લાંબા સમયથી નોકરીમાં ટેન્શન રહેતું હોય તો જન્માષ્ટમીના દિવસે કપાળ પર ચંદનનું તિલક લગાવો. ત્યારબાદ કપાળ પર ગુલાબજળની સાથે કેસરની એક બિંદી લગાવો. દરરોજ આ કરવાથી તમારા મનને શાંતિ અને ઠંડક મળશે અને ભગવાન તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે.
- દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે જન્માષ્ટમી પર કેળાનું ઝાડ વાવો અને દરરોજ તેની સેવા કરો. જ્યારે તે ફળ આપવાનું શરૂ કરે છે, ત્યારે તેનું દાન કરો, તેને તમે ખાશો નહીં.
- લક્ષ્મી પ્રાપ્તિ માટે જન્માષ્ટમીના દિવસે તુલસીના ઝાડ પર ઘીનો દીવો પ્રગટાવો અને દરરોજ તેની સંભાળ રાખો. ભગવાન શ્રીકૃષ્ણને ભોગમાં તુલસીના પાન પણ અર્પણ કરો.
- જન્માષ્ટમીના અવસરે દક્ષિણાવર્તી શંખને પાણીથી ભરીને ભગવાન કૃષ્ણનો અભિષેક કરો. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરને ધનથી ભરી દે છે અને તમને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
- જન્માષ્ટમીના અવસરે ઉત્તર-પૂર્વ ખૂણામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ વાસુદેવાય નમઃ મંત્રનો 11 વાર જાપ કરો અને ભગવાનનું ધ્યાન કરો.
આ પણ વાંચોઃજન્માષ્ટમી પર રાશિ પ્રમાણે કરો આ ઉપાય: મળશે અનેક લાભ