રાજસ્થાનના આબુરોડમાં રંગેચંગે ઉજવાયું જન્માષ્ટમી પર્વ


પાલનપુર:રાજસ્થાનના આબુ રોડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જન્માષ્ટમી પર્વ રંગેચંગે ઉજવવામાં આવ્યું હતું. આ દિવસે શ્રદ્ધાળુઓ દ્વારા ઉપવાસ રાખીને ભગવાન કૃષ્ણની પૂજા -અર્ચના કરવામાં આવી હતી. રાત્રે 12:00 વાગ્યે કૃષ્ણ જન્મ બાદ મંદિરોમાં આરતી કરવામાં આવી હતી. અને મંદિર પરિસર કૃષ્ણ ભગવાનના જયઘોષથી ઉઠ્યું હતું.

આબુરોડના બધા મંદિરોમાં કૃષ્ણ જન્મની ઝાંખી સજાવવામાં આવી હતી. શહેરના રામજી મંદિર, પારસી ચાલ, સંગમ ભવન, ડેપોના અંબાજી મંદિર, સદરબજાર, રેલવેકોલોની, આકરાભટ્ટા, ધોબીગલી, સનસિટી કોલોની, જલારામ મંદિર સહિત શહેરના અનેક સ્થળોએ ઝાંખી બનાવવામાં આવી હતી. કૃષ્ણ પ્રસંગે રાત્રે 12:00 વાગ્યે મંદિરોના ઘંટ વાગવા શરૂ થઈ ગયા હતા. ત્યારે દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તોનો ઘસારો રહ્યો હતો. અને બાંકે બિહારીના જયઘોષ બાદ આરતી કરી ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.
સનસીટીમાં કૃષ્ણની આકર્ષક ઝાંખી
આબુરોડની સનસિટી કોલોનીમાં મહિલા મંડળ દ્વારા કૃષ્ણ ભગવાનની આકર્ષક ઝાંખી સજાવવામાં આવી હતી. મહિલાઓએ કૃષ્ણ- રાધા અને ગોપીઓના પરિવેશ પહેરીને નૃત્ય કરી અને આરાધના કરી હતી. જ્યારે રાત્રે કૃષ્ણના જન્મ બાદ આરતી અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સંગીતાશર્મા, મુનીર જહાં, પરવીનબાનો, આશા ગોયલ, નેહાગોયલ, ખુશીગોયલ, રુહી, ઉર્મિલા, ત્યાગી, પૂજા, પવન અગ્રવાલ, મંજુગોયલ, રચના, દિવ્યા, લલિતામીણા, વિના, સહિત મહિલા મંડળના સભ્યોએ વ્યવસ્થા સંભાળી હતી.