ટ્રેન્ડિંગધર્મ

Janmashtami 2023: જન્માષ્ટમી પર બનશે વિશેષ યોગ, મળશે અનેકગણુ પુણ્ય

  • આ વર્ષે જન્માષ્ટમી પર બન્યો શુભ સંયોગ
  • જયંતી યોગમાં વ્રત કરવુ છે ખૂબ જ લાભદાયી
  • ક્યારે બને છે જયંતી યોગ અને શું છે તેના લાભ?

આ વર્ષે જન્માષ્ટમી પર ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ વખતે જન્માષ્ટમીના દિવસે જયંતી યોગ બન્યો છે. કૃષ્ણ જન્માષ્ટમીની તારીખને લઈને લોકોના મનમાં શંકા છે. જન્માષ્ટમીને લઈને બે તારીખો છે, એક 6 સપ્ટેમ્બર અને બીજી 7 સપ્ટેમ્બર. આવી સ્થિતિમાં જન્માષ્ટમીનું વ્રત ક્યારે રાખવું તે અંગે લોકોના મનમાં મૂંઝવણ છે. જયંતી યોગમાં કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે છે અને જયંતી યોગના શું ફાયદા છે.

જન્માષ્ટમી વ્રત 2023ની તિથિ અને મુહૂર્ત

6 સપ્ટેમ્બરે શ્રાવણની શુક્લ પક્ષની અષ્ટમી તિથિ બપોરે 3.38 વાગ્યે શરૂ થશે અને 7 સપ્ટેમ્બરે 4.15 સુધી ચાલુ રહેશે. આ સાથે 6 સપ્ટેમ્બરે સવારે 9.20 કલાકે રોહિણી નક્ષત્રનો પ્રારંભ થશે. રોહિણી નક્ષત્ર 7મીએ સવારે 10.25 કલાકે સમાપ્ત થશે. શાસ્ત્રોમાં એવો નિયમ છે કે સોમવાર કે બુધવારે જો અષ્ટમીનો દિવસ છે તો તે દિવસે જન્માષ્ટમીનું વ્રત રાખવું લાભદાયી છે. આ વખતે અષ્ટમી તિથિ સાથે રોહિણી નક્ષત્રનો પણ સંયોગ છે. આવી સ્થિતિમાં, 6 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી વ્રતનું પાલન કરવું ગૃહસ્થો અને સામાન્ય લોકો માટે વિશેષ ફળદાયી રહેશે. જ્યારે શાસ્ત્રીય નિયમ મુજબ સાતમી સપ્ટેમ્બરના દિવસે વૈષ્ણવ લોકો માટે જન્માષ્ટમીનું વ્રત કરવું શુભ રહેશે.

Janmashtami 2023: જન્માષ્ટમી પર બન્યો વિશેષ યોગ, મળશે અનેકગણુ પુણ્ય hum dekhenge news

આ વખતે 6 સપ્ટેમ્બરે એક અત્યંત દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ વખતે 6 સપ્ટેમ્બરે છ તત્વો ભાદ્ર કૃષ્ણ પક્ષ, અર્ધ રાત્રિની, અષ્ટમી સ્થિતિ, રોહિણી નક્ષત્ર અને આ દિવસે ચંદ્રમા વૃષભ રાશિમાં સંચાર કરવાનો છે. સાથે સોમવાર અને બુધવારના દિવસે જન્માષ્ટમીનું આવવુ શુભ છે. આ સંયોગ બને તેને જયંતી યોગ કહેવાય છે.

જયંતી યોગમાં વ્રત કરવાથી ફાયદો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જયંતી યોગમાં જન્માષ્ટમીનો ઉપવાસ કરવાથી અને ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી વ્યક્તિને ત્રણ જન્મના પાપોમાંથી મુક્તિ મળે છે. જ્યારે પણ અષ્ટમી તિથિ પર રોહિણી નક્ષત્ર આવે છે ત્યારે તેને જયંતી યોગ કહેવાય છે. કહેવાય છે કે આ યોગમાં જે વ્યક્તિ જન્માષ્ટમીનું વ્રત કરે છે તેનો વૈકુંઠમાં વાસ થાય છે. તેની સાથે જ જયંતી યોગમાં વ્રત રાખવાથી વ્યક્તિના પિતૃઓને પ્રેતયોનીથી મુક્તિ મળે છે. જન્માષ્ટમીના બીજા દિવસે પ્રસાદ તરીકે થોડી મીઠાઈઓ વહેંચો. તેની સાથે જ બ્રાહ્મણોને ભોજન કરાવો, આમ કરવાથી તમને જન્માષ્ટમીના તહેવારનું પુણ્ય અવશ્ય મળશે.

આ પણ વાંચોઃ જન્માષ્ટમીને ધ્યાનમાં રાખીને ડાકોર રણછોડરાયજી મંદિરના દર્શનનો સમય જાહેર કરાયો

Back to top button