ટ્રેન્ડિંગધર્મ

Janmashtami 2023: જન્માષ્ટમી પર ઠાકોરજીને ચઢાવો આ ભોગ, થશે કૃપા

  • આ વખતે જન્માષ્ટમીને લઇને અસમંજસ
  • કાન્હાને 56 પ્રકારનો ભોગ ચઢાવવામાં આવે છે
  • માત્ર પાંચ વસ્તુઓ ચડાવીને ઠાકોરજીને પ્રસન્ન કરી શકાય છે

હિંદુ ધર્મમાં જન્માષ્ટમી ખૂબ જ ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમી દર વર્ષે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમે આવે છે. શ્રીમદ ભાગવત પુરાણ અનુસાર, શ્રી કૃષ્ણનો જન્મ અષ્ટમી તિથિ, રોહિણી નક્ષત્ર, વૃષભ રાશિ અને બુધવારે થયો હતો. આ વખતે જન્માષ્ટમીને લઇને અસમંજસ છે. જોકે મંદિરોમાં 7 સપ્ટેમ્બરે જન્માષ્ટમી ઉજવાશે. આ દિવસે કૃષ્ણના ભક્તો ભગવાન કૃષ્ણની પૂજા કરે છે અને ઉપવાસ કરે છે અને તેમને વિવિધ વસ્તુઓ અર્પણ કરે છે. કાન્હાને 56 પ્રકારનો ભોગ ચઢાવવામાં આવે છે.

માત્ર પાંચ વસ્તુઓથી ઠાકોરજી થશે પ્રસન્ન

Janmashtami 2023: જન્માષ્ટમી પર ઠાકોરજીને ચઢાવો આ ભોગ, થશે કૃપા hum dekhenge news

ભગવાન કૃષ્ણને 56 ભોગ ચઢાવવાને બદલે માત્ર પાંચ વસ્તુઓ ચડાવીને તેમને પ્રસન્ન કરી શકાય છે. જો તમે તેમના મનપસંદ ભોજન ઠાકોરજીને અર્પણ કરશો તો શ્રીકૃષ્ણની કૃપા હંમેશા તમારા પર રહેશે અને બધી મનોકામનાઓ પણ પૂર્ણ થશે.

માખણ મિશ્રી

માખણ ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ પ્રિય છે. માખણ સાથે સાકર મિક્સ કરો અને કૃષ્ણને અર્પણ કરો. જન્માષ્ટમીના દિવસે ભક્તો તેમને પ્રસન્ન કરવા માખણ-મિશ્રી ચઢાવે છે. ઠાકોરજી માખણ મિશ્રીથી ખૂબ ખુશ થાય છે અને તેમને આશીર્વાદ આપે છે.

ધાણાની પંજરી

ધાણાની બનેલી પંજીરી જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણને ચઢાવવામાં આવે છે. ધાણા અને જીરુના મિશ્રણમાં કાજુ, સાકર, બદામ અને ઘી નાખીને સારી રીતે મિક્સ કરવામાં આવે છે. આ પછી તે બાલ ગોપાલને અર્પણ કરવામાં આવે છે.

ખીર

જન્માષ્ટમીના દિવસે બાલગોપાલને ચોખાની ખીર ચઢાવવામાં આવે છે. એવું કહેવાય છે કે માખણ અને મિશ્રી પછી તેમને ખીર ખૂબ જ પસંદ હતી. યશોદા મૈયા તેમના લાલાની પસંદગીની ખીર બનાવતી હતી. જન્માષ્ટમીના દિવસે કૃષ્ણના ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે ખીર પણ ચઢાવે છે.

પંચામૃત

કૃષ્ણની પૂજામાં પંચામૃત જરૂરી માનવામાં આવે છે. તેના વિના જન્માષ્ટમીની પૂજા અધૂરી માનવામાં આવે છે. પંચામૃત 5 વસ્તુઓ દૂધ, ઘી, દહીં, સાકર અને મધ મિક્સ કરીને બનાવવામાં આવે છે.

કાકડી

ભગવાન શ્રી કૃષ્ણની પૂજામાં કાકડી રાખવાનું પણ જરૂરી માનવામાં આવે છે. ઘણી જગ્યાએ, કૃષ્ણના જન્મને કાકડીના પ્રતિક તરીકે દર્શાવવામાં આવે છે, જેના કારણે પૂજામાં તેનું મહત્વ દર્શાવાયુ છે.

Janmashtami 2023: જન્માષ્ટમી પર ઠાકોરજીને ચઢાવો આ ભોગ, થશે કૃપા hum dekhenge news

જન્માષ્ટમીની પૂજા માટેનો શુભ સમય

6 સપ્ટેમ્બરે શ્રાવણની શુક્લ પક્ષની અષ્ટમી તિથિ બપોરે 3.38 વાગ્યે શરૂ થશે અને 7 સપ્ટેમ્બરે 4.15 સુધી ચાલુ રહેશે. આ સાથે 6 સપ્ટેમ્બરે સવારે 9.20 કલાકે રોહિણી નક્ષત્રનો પ્રારંભ થશે. રોહિણી નક્ષત્ર 7મીએ સવારે 10.25 કલાકે સમાપ્ત થશે. શાસ્ત્રોમાં એવો નિયમ છે કે સોમવાર કે બુધવારે જો અષ્ટમીનો દિવસ છે તો તે દિવસે જન્માષ્ટમીનું વ્રત રાખવું લાભદાયી છે. આ વખતે અષ્ટમી તિથિ સાથે રોહિણી નક્ષત્રનો પણ સંયોગ છે. આવી સ્થિતિમાં, 6 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી વ્રતનું પાલન કરવું ગૃહસ્થો અને સામાન્ય લોકો માટે વિશેષ ફળદાયી રહેશે. જ્યારે શાસ્ત્રીય નિયમ મુજબ સાતમી સપ્ટેમ્બરના દિવસે વૈષ્ણવ લોકો માટે જન્માષ્ટમીનું વ્રત કરવું શુભ રહેશે.

આ પણ વાંચોઃ આ સરળ વાસ્તુ ટિપ્સ તમને અપાવશે દેવામાંથી મુક્તિ

Back to top button