ટ્રેન્ડિંગમનોરંજન

કડકડાટ તમિલ બોલતી જાન્હવી કપૂરને Jr NTR જોતો જ રહ્યો, ફેન્સે કરી શ્રીદેવીને યાદ

Text To Speech
  • ‘દેવરા’ની પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન કડકડાટ તમિલ બોલતી જાન્હવી કપૂરને લોકો જોતા જ રહી ગયા, જુનિયર એનટીઆર પણ દંગ રહી ગયો

HD ન્યુઝ ડેસ્કઃ દિવંગત બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવી આજે આ દુનિયામાં નથી, પરંતુ તેની યાદ હંમેશા ચાહકોના હૃદયમાં હોય છે. શ્રીદેવીનો જન્મ તમિલનાડુમાં થયો હતો અને તેની માતૃભાષા તમિલ હતી. હવે તેનું પ્રતિબિંબ તેની પુત્રી જાન્હવી કપૂરમાં પણ સ્પષ્ટ દેખાય છે. તાજેતરમાં અભિનેત્રી જાન્હવીનો એક વીડિયો સામે આવ્યો છે, જેણે ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે અને ફેન્સને દિવંગત શ્રીદેવીની યાદ અપાવી છે.

જાહ્નવી કપૂરે તમિલમાં આપી સ્પીચ

અભિનેત્રી જાન્હવી કપૂર હાલમાં અપકમિંગ ફિલ્મ દેવરાને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆરની સાથે જોવા મળશે. બંને કલાકારો હાલમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. હવે જાન્હવીનો એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તે કડકડાટ તમિલ ભાષા બોલતી જોવા મળી રહી છે.

સામે આવેલા વીડિયોમાં જાહ્નવી કપૂર ફિલ્મની પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન તમિલ ભાષામાં સ્પીચ આપી રહી છે. મુંબઈમાં ઉછરેલી જાન્હવીને વિડિયોમાં આટલું સરસ તમિલ બોલતી જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં જુનિયર એનટીઆર પણ ધ્યાનથી તેમનું ભાષણ સાંભળી રહ્યો છે. અભિનેત્રીની આ સ્ટાઈલ જોઈને ચાહકોને દિવંગત અભિનેત્રી અને જાન્હવીની માતા શ્રીદેવીની યાદ કરી રહ્યા છે.

ફેન્સને આવી શ્રીદેવીની યાદ

જાહ્નવી કપૂરને કોઈ ખચકાટ વિના સુંદર રીતે તમિલ બોલતી જોઈને ચાહકો વિશ્વાસ કરી શકતા નથી. સોશિયલ મીડિયા પર ફેન્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે તેની પાસે પણ એટલી જ પ્રતિભા છે જે તેની માતામાં હતી.

અન્ય એક યુઝરે લખ્યું શ્રીદેવી માત્ર એક્ટિંગમાં જ શાનદાર નથી પરંતુ તે પોતાના બાળકોના ઉછેરમાં પણ ખૂબ સારી હતી. તેણે પોતાની દીકરીઓને સારી રીતે ઉછેરી છે. અન્ય યુઝરે લખ્યું છે ચેન્નઈ જાન્હવીના હૃદય અને આત્મામાં વસી રહ્યું છે.

આ પણ વાંચોઃ ખુશખબર: શું તમે પણ માત્ર રૂ.99માં જોવા માંગો છો મૂવી?, આ રીતે ટિકિટનું કરો બુકિંગ

Back to top button