ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

અમદાવાદના મહેમાન બન્યા જાન્હવી કપૂર અને ઓરી, માણ્યો ગુજરાતી વાનગીનો રસાસ્વાદ

Text To Speech

અમદાવાદ, 23 મે : બોલીવુડ એક્ટ્રેસ જાન્હવી કપૂર અને ઓરી અમદાવાદના મહેમાન બન્યા હતા.  પોતાની આગામી રોમેન્ટિક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના પ્રમોશન માટે અમદાવાદ આવી હતી, દરમિયાન અભિનેત્રી અમદાવાદની મહેન્દ્ર થાળમાં તેની ટીમ અને બેસ્ટ ફ્રેન્ડ ઓરી ઉર્ફે ઓરહાન અવત્રામાણી સાથે પરંપરાગત ગુજરાતી થાળીનો આનંદ  માણ્યો હતો. ગુજરાતી ભોજનમાં અભિનેત્રીએ ગુજરાતી દાળભાત, રસ પુરી, ઢોકળા, રોટલી અને ત્રણ જાતના ગુજરાતી શાક વિગેરે પીરસવામાં આવ્યા હતા. અભિનેત્રીની ગુજરાત પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બાદમાં બંને IPL મેચ જોવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

જાન્હવીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની અમદાવાદની સફરની ઝલક પોસ્ટ કરી. જાન્હવીએ ધર્મા પ્રોડક્શન્સ દ્વારા એક પોસ્ટ શેર કરી, જેમાં તે મિસ્ટર એન્ડ મિસિસ માહીના પ્રમોશનલ ઈવેન્ટમાં ચાહકો સાથે સેલ્ફી માટે પોઝ આપતી જોવા મળે છે. દર્શકો સાથે વાત કરતી વખતે તે ગીત પર ડાન્સ કરતી પણ જોવા મળી હતી.

અન્ય સ્ટોરી પોસ્ટ્સમાં અભિનેત્રી અમદાવાદની મુલાકાતના કેટલાક ફોટો શેર કર્યા હતા. તેમાંથી એકમાં, અભિનેત્રી સાબરમતી નદીના કિનારે અટલ બ્રિજની તસવીરો ક્લિક કરતી જોઈ શકાય છે. જાહ્નવીએ સ્ટેડિયમમાં IPL મેચની મજા માણી હતી. વાયરલ થયેલા વિડિયોમાં તેણે તેના ચાહકોને ચીયરિંગ કરીને અને હલાવીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તે સમયે, RCB સ્ટાર વિરાટ કોહલીના રનઆઉટ પર જાહ્નવીની અદભૂત પ્રતિક્રિયાએ પણ ઇન્ટરનેટનું ધ્યાન ખેંચ્યું હતું.

 

 

Back to top button