જાહ્નવી અને સોનમની તસવીરો થઈ વાયરલ, અભિનેત્રીઓ મસ્તીના મૂડમાં..
અનિલ કપૂરની દીકરી રિયા કપૂરે તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે.આ તસવીરોમાં તે તેની બહેન સોનમ કપૂર અને કઝિન જ્હાન્વી કપૂર સાથે મસ્તી કરતી જોવા મળી હતી.આ દિવસોમાં બોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ નિર્માતા રિયા કપૂર તેની બહેન અને અભિનેત્રી સોનમ કપૂર સાથે તેના લંડનના ઘરે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે.
View this post on Instagram
તાજેતરમાં, રિયા અને સોનમ સાથે તેમની પિતરાઈ બહેન અને અભિનેત્રી જાહ્નવી કપૂર પણ જોડાઈ છે.જેની તસવીરો રિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ફેન્સ સાથે શેર કરી છે.રિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની બહેનની સફરની ઘણી તસવીરો શેર કરી છે.પહેલા ફોટોમાં સોનમ અને જ્હાન્વી રેસ્ટોરન્ટમાં બેસીને મસ્તી કરતા જોવા મળે છે. આ ફોટોમાં જાહ્નવીએ વ્હાઈટ બોડીકોન ડ્રેસ પહેર્યો છે અને સોનમ ઓરેન્જ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ પણ વાંચો : શ્વેતા તિવારીએ બાથરૂમમાં કરાવ્યું કિલર ફોટોશૂટ