ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નીતીશકુમારને જનતા પાઠ ભણાવશે, બિહારના સીએમ પર ભડક્યા શરદ પવાર

નવી દિલ્હી, 29 જાન્યુઆરી: બિહારમાં સત્તા પરિવર્તન પછી દેશભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક તેમને એનડીએમાં પરત ફરવા બદલ અભિનંદન આપી રહ્યા છે તો કેટલાક તેમનો વિરોધ કરી રહ્યા છે. આ વચ્ચે બિહાર સીએમ નીતીશકુમારે કહ્યું કે,’જ્યાં હતા ત્યાં પાછા આવી ગયા છીએ, હવે અહીં-ત્યાં જવાનો સવાલ જ નથી. હવે આ સમગ્ર ઘટના પર NCP પ્રમુખ શરદ પવારે પણ નિવેદન આપ્યું છે. તેમણે બિહારના સીએમ નીતીશકુમારની આકરી ટીકા કરી છે.

જનતા નીતીશને પાઠ ભણાવશે: શરદ પવાર

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે કહ્યું છે કે જનતા મુખ્યમંત્રી નીતીશકુમારની વારંવાર પક્ષ બદલવાની રાજનીતિનો જડબાતોડ જવાબ આપશે. પવારે ટોણો માર્યો અને કહ્યું કે નીતીશકુમારે પક્ષ પલટો કરવાની બાબતમાં એક પ્રકારનો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે કહ્યું કે આવું પહેલા ક્યારેય બન્યું ન હતું. આ પહેલા હરિયાણામાં આયા રામ, ગયા રામ કહેવત ફેમસ થઈ ગઈ હતી.

 

ઈન્ડી ગઠબંઘનની નીતીશે જ શરુઆત કરી હતી

એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે નીતીશે જ વિરોધ પક્ષોને સાથે લાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી અને પક્ષોને પટનામાં આમંત્રણ આપ્યું હતું. વીડિયો જાહેર કરતા પવારે કહ્યું કે નીતીશ 15 દિવસ પહેલા સુધી વિપક્ષી પાર્ટીઓની એકતા માટે કામ કરી રહ્યા હતા. ખબર નહીં અચાનક શું થઈ ગયું.

નીતીશકુમાર તો ગીરગીટ નીકળ્યા: જયરામ રમેશ

રાહુલ ગાંધી સાથે ભારત જોડો ન્યાય યાત્રા કરી રહેલ કોંગ્રેસ નેતા જયરામ રમેશે પણ નીતીશકુમારના પક્ષ પલતટા પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ‘નીતીશકુમાર તો ગીરગીટ નીકળ્યા’. તેમણે વધુમાં કહ્યું કે, ‘અમારે આસામના મુખ્યમંત્રી કે બિહારના મુખ્યમંત્રીના પ્રમાણપત્રની જરુર નથી, બિહારના કિશનગંજના લોકો રાહુલ ગાંધી અને ભારત જોડો ન્યાય યાત્રાને ખુબ જ પ્રેમ આપી રહ્યા છે અને ઉત્સાહ ભેર સ્વાગત કરી રહ્યા છે’.

 

નીતીશ નવમી વખત મુખ્યમંત્રી બન્યા

28 જાન્યુઆરી, રવિવારના રોજ નીતીશકુમાર નવમી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા છે. તેમણે રવિવારે સવારે જ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું અને સાંજે જ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. નીતીશકુમારની સાથે આઠ મંત્રીઓએ પણ શપથ લીધા. ભાજપ અને જેડીયુમાંથી ત્રણ-ત્રણ મંત્રી છે. એક મંત્રી હિન્દુસ્તાન અવમ મોરચા (HAM)ના છે અને એક મંત્રી અપક્ષના છે.

આ પણ વાંચો: બિહાર: નીતીશ કુમારના એનડીએમાં જોડાવાથી એક બાજુ વિરોધ તો બીજી બાજુ સમર્થન

Back to top button