- ઉત્તર પ્રદેશના અમરોહામાં 14 ડિસેમ્બર, 1931ના રોજ જૌન એલિયાનો થયો હતો જન્મ
- જૌન એલિયાએ એવા પાકિસ્તાની કવિ જેઓ પોતાની બરબાદીનું ‘ગાન’ કરીને થયા હતા પ્રખ્યાત
અમદાવાદ, 14 ડિસેમ્બર : જન્મ ભૂમિ ભારત અને કર્મ ભૂમિ પાકિસ્તાન રહેલી છે તેવા પ્રખ્યાત પાકિસ્તાની કવિ જૌન એલિયાનો આજે 14મી ડિસેમ્બરે જન્મદિન છે. જૌન એલિયાનો જન્મ ઉત્તર પ્રદેશના અમરોહામાં જન્મ 14 ડિસેમ્બર, 1931ના રોજ થયો હતો. આજના આ જમાનામાં તેઓના વીડિયો અને શેર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થાય છે. જૌન એલિયાએ એક કવિ હતા જેમણે ખુલ્લેઆમ પોતાની બરબાદીનું દુ:ખ વ્યક્ત કર્યું અને જાહેર પ્લેટફોર્મ પર તેનો ઉલ્લેખ પણ કર્યો હતો.
સોશિયલ મીડિયાના આજના જમાનામાં માત્ર મીમ્સ, જોક્સ અને ટ્રોલની જ ચર્ચા છે. આ યુગમાં જૂની વસ્તુઓ ભાગ્યે જ સામે આવે છે, નવી પેઢી જીવનને પોતાની રીતે જીવે છે. પરંતુ આ નવી પેઢીમાં પણ ઘણા એવા લોકો છે જે જૂની વસ્તુઓ સાથે જોડાયેલા રહે છે. આ જમાનામાં પણ તમને મુકેશ, કિશોર, રફી, લતા સાંભળતા લોકો જોવા મળશે, જ્યારે નુસરત, અઝીઝ મિયાંની કવ્વાલીના તેમજ જૌન એલિયાની કવિતાઓના પુષ્કળ ચાહકો હશે.
20મી સદીના અંતમાં પાકિસ્તાનના પ્રખ્યાત કવિઓમાંના એક એટલે જૌન એલિયા
જ્યારે પ્રેમની વાત આવે છે, ત્યારે હૃદયમાંથી ફક્ત કવિતા(શાયરી) જ બહાર આવે છે. કવિતા અને પ્રેમના મહાન કવિ જેઓ તેમની બેદરકારી, ગાંડપણ અને વિનાશ માટે પ્રખ્યાત થયા. તેનું નામ છે જૌન એલિયા. જૌન એલિયા 20મી સદીના અંતમાં પાકિસ્તાનના પ્રખ્યાત કવિઓમાંના એક હતા. પરંતુ આજે પણ તમને સોશિયલ મીડિયા પર જૌનના ફેન્સ જોવા મળશે. તેમના વીડિયો યુટ્યુબ પર વાયરલ થાય છે, તે ટ્વિટર પર ટ્રેન્ડ કરે છે, ફેસબુક પર તેના શેર લખવામાં આવે છે. આજે જીવિત ન હોવા છતાં, જૌન ભારત અને પાકિસ્તાનના યુવાનોમાં ખૂબ પ્રખ્યાત છે.
ये है एक जब्र कोई इत्तेफाक़ नहीं,
जौन होना कोई मज़ाक नहीं
ઉત્તર પ્રદેશના અમરોહામાં જૌન એલિયાનો જન્મ
જૌન પ્રખ્યાત નિર્દેશક કમલ અમરોહીના નાના પિતરાઈ ભાઈ હતા. પાંચ ભાઈઓમાં જૌન સૌથી નાના હતા. તેમના અન્ય ભાઈઓ પણ લેખકો અને કવિઓ હતા. તેમના જન્મના થોડા સમય પછી, જ્યારે ભારત દેશના ભાગલાની વાત વહેતી થવા લાગી, ત્યારે જૌનનો પરિવાર ભારત છોડીને પાકિસ્તાનના કરાચીમાં સ્થાયી થયો હતો, જૌન એલિયા પણ અનિચ્છાએ ત્યાં ગયા હતા. શરૂઆતમાં તેમણે ત્યાં ઉર્દૂનો અભ્યાસ કર્યો, ત્યારબાદ તેઓ ઉર્દૂ અખબાર “જંગ”ના સંપાદક પણ બન્યા. આ સમયગાળા દરમિયાન, જૌનનું લેખન ચાલુ રહ્યું, એવું કહેવાય છે કે જૌન 8 વર્ષની ઉંમરે તેનો પ્રથમ શેર લખ્યો હતો.
शर्म, दहशत, झिझक, परेशानी, नाज़ से काम क्यों नहीं लेती,
आप, वो, तुम, जी ये सब क्या है तुम मेरा नाम क्यों नहीं लेती
જૌન ઈલિયાના પાગલપને તેમને સૈયદ-એ-જૌન એલિયા બનાવ્યા
આ સમયગાળા દરમિયાન, તેમણે તેમનું લેખન ચાલુ રાખ્યું, ત્યાં એક ઉર્દૂ મેગેઝિન ઈંશા હતું. જેને પ્રકાશન કરવાની પ્રક્રિયા વખતે જૌન એલિયા ઝાહિદા હિનાને મળ્યા. મુલાકાત થઈ, વાત-ચિત થઈ, પ્રેમમાં પડ્યા અને ત્યારબાદ લગ્ન પણ કર્યા. તેમના ત્રણ બાળકો હતા, જેમાં બે પુત્રી અને એક પુત્ર સામેલ છે. પરંતુ 1984માં બંને વચ્ચે થોડો વિવાદ થયો અને બંનેના છૂટાછેડા થઈ ગયા. બસ, આ તે ક્ષણ હતી જ્યારે દુનિયાએ એક નવા જૌનને જોયા. એ જૌન જે દેવદાસ બની ચૂક્યા હતા, તેઓ જગતની સામે પ્રેમમાં પોતાની નિષ્ફળતા વિશે ગાતા હતા. તેઓ આખી દુનિયાને તેના વિનાશ વિશે જણાવતા હતા, અને તે જે રીતે કહેતા હતા તેનાથી લોકો ખુશ થઈ જતા હતા અને આ જ પાગલપને જૌન ઈલિયાને સૈયદ-એ-જૌન એલિયા બનાવી દીધા.
उस की याद की बाद-ए-सबा में और तो क्या होता होगा.
यूँही मेरे बाल हैं बिखरे और बिखर जाते होंगे.
यारो कुछ तो ज़िक्र करो तुम उस की क़यामत बाँहों का.
वो जो सिमटते होंगे उन में वो तो मर जाते होंगे.
જૌન એલિયા ઉર્દૂ ભાષાના સરકારી બોર્ડના અધ્યક્ષ હતા
પણ શું જૌન ખરેખર પાગલ હતા? ના, પાકિસ્તાનમાં તેઓ ઉર્દૂ ભાષાના સરકારી બોર્ડના અધ્યક્ષ હતા. જેનું કામ પાકિસ્તાનમાં ઉર્દૂ ભાષાને આગળ લઈ જવાનું હતું. તેમ છતાં, જૌન એલિયાનો પ્રયાસ તે જ રહ્યો કે લોકો તેમને ફકીર તરીકે જ યાદ રાખે. જૌનની આ ફકીરી તમને તેમના મુશાયરાઓમાં પણ જોવા મળશે, પછી તે પાકિસ્તાન હોય કે દુબઈ કે ક્યારેક લખનૌમાં પણ. જૌને જે રીતે કવિતા વાંચી અને વાર્તાઓ સંભળાવી તે કોઈ પુસ્તકીયા કવિ જેવી નહોતી. તેમ છતાં પણ દર્શકો અને શ્રોતાઓને જૌનની આ શૈલી પસંદ આવી હતી.
एक ही हवस रही है हमें,
अपनी हालत तबाह की जाए
જૌન એલિયામાં એવું તે શું હતું જે બીજા કોઈમાં નથી ?
હવે પ્રશ્ન એ છે કે જૌનમાં એવું તે શું હતું જે બીજા કોઈમાં નથી? કે જેનાથી આજની યુવા પેઢી જૌન એલિયા માટે ખૂબ જ પાગલ છે. વાસ્તવમાં, જૌને જે રીતે તેની બેવફાઈ અને તેના તૂટેલા હૃદય વિશે વાત કરી તે યુવાનોને ગમ્યું. કદાચ લોકોએ પોતાને જૌનમાં જોયો. આ સિવાય લોકોને જૌનની પદ્ધતિ સૌથી વધુ પસંદ આવી. એક ફકીર માણસ જ્યારે સ્ટેજ પર દારૂ પીતો, સિગારેટ પીતો, લહેરાતા વાળ સાથે કંઈક બૂમો પાડતા ત્યારે આખી દુનિયા પાગલ થઈ જતી હતી.
वो जो ना आने वाला है उससे हमको मतलब था,
आने वालों का क्या, आते हैं आते होंगे.
આજે પણ ભારત, પાકિસ્તાન કે સાઉદીમાં જૌન એલિયા સોશિયલ મીડિયામાં જીવંત
આજે જૌન એલિયાને વાંચનારા અને સાંભળનારા લોકોની કમી નથી. જૌન એલિયાનું પુસ્તક યાની, ગુમાન, લેકિન, ગોયાને લોકો દ્વારા વધુ વાંચવામાં આવે છે. કદાચ જૌને તેમના જીવન દરમિયાન જેટલી સિદ્ધિ મેળવી હશે તેટલી જ સિદ્ધિ તેમના ગયા પછી તેમને આપવામાં આવે છે, પરંતુ તેમના ગયા પછી સોશિયલ મીડિયાએ તેને ફરી એક વાર જીવંત કર્યા છે. આજે પણ ભારત, પાકિસ્તાન કે સાઉદીમાં જૌન સોશિયલ મીડિયા દ્વારા જીવંત છે.
મારી કવિતા પ્રત્યે મને અવિશ્વાસ : જૌન એલિયા
જૌને પોતાની કવિતા વિશે પણ કંઈક કહ્યું છે. જૌને કહ્યું છે કે, મારી કવિતા પ્રત્યે મને જેટલો અવિશ્વાસ છે તેટલો મારા દુશ્મનને પણ ન હોઈ શકે. કેટલીકવાર મને મારી કવિતા ખરાબ અને વાહિયાત લાગે છે, તેથી જ મારી કૃતિ આજ સુધી પ્રકાશિત થઈ નથી અને જ્યાં સુધી ભગવાન પ્રકાશિત નહીં કરે ત્યાં સુધી પ્રકાશિત થશે નહીં.
જૌન એલિયાનો તેના પુત્ર સાથે ગાઢ સબંધ
થોડા સમય પહેલા ફિલ્મ એનિમલ રીલિઝ થઈ હતી, તેના વિશે ઘણી વાતો કરવામાં આવી હતી અને આ ફિલ્મ પુત્ર અને પિતાના સંબંધોને પણ દર્શાવવામાં આવ્યા હતા. આવો જ સંબંધ જૌન એલિયા અને તેના પુત્ર વચ્ચે હતો, તે ઘણા સમય પહેલા તેના પરિવારથી અલગ થઈ ગયા હતા. આવી સ્થિતિમાં જૌન એલિયા તેના પુત્રને મળી શક્યા ન હતા, ક્યારેક પુત્રને બાળપણમાં જોયો હોય તો વાત અલગ છે.
પરંતુ કવિ શું કરી શકે, જૌને તેના પુત્ર માટે કંઈક લખ્યું કારણ કે તે તેને જાણી શક્યા ન હતા, કારણ કે તે તેને મળી શક્યા ન હતા. પરંતુ તેમના શબ્દો દ્વારા તેમને તેમના પુત્રની યાદ અપાવી હતી. જૌને દરખ્ત-એ-જર્દ નામની કવિતા લખી હતી. કિસ્સો એવો હતો કે જ્યારે જૌનનો પુત્ર, જેનું નામ જરયુન હતું, બાળપણમાં જૌન એલિયાની સામે આવ્યો, ત્યારે જૌન તેને ઓળખી શક્યા નહીં કારણ કે તે તેને ક્યારેય મળ્યા ન હતા. દીકરાએ પણ એટલો પ્રેમ ન બતાવ્યો, જેની પાછળથી જૌનને ખબર પડી. પછી તેમની પાસેથી આ કવિતા ઉદ્ભવી..
तुम्हारी अर्जुमंद अम्मी को मैं भूला बहुत दिन में
मैं उन की रंग की तस्कीन से निमटा बहुत दिन में
वही तो हैं जिन्हों ने मुझ को पैहम रंग थुकवाया
वो किस रग का लहू है जो मियाँ मैं ने नहीं थूका
આ પણ જુઓ :તુમ ઇતના જો મુસ્કુરા રહે હો, ક્યા ગમ હે જિસકો છુપા રહે હો