ગુજરાતટ્રાવેલવર્લ્ડ

જામનગરનું મહેમાન બન્યું રશિયા અને યુરોપ ખંડનું રેડનોટ પક્ષી

Text To Speech

ઠંડીથી બચવા અને ખોરાકની શોધ માટે પ્રવાસ કરતા પક્ષીઓને યાયાવર પક્ષીઓ કહેવાય છે.ગુજરાત રાજ્યમાં ઘણી જગ્યાઓ પર નળ સરોવર, ખીજડીયા અને થોળ જેવાં પક્ષી અભયારણ્યોમાં તથા આવાં પક્ષીઓને આકર્ષિત કરતાં અન્ય સ્થળોએ વિશ્વના (ઠંડા, બર્ફિલા) ભાગોમાં રહેતાં પક્ષીઓ તેમના વતનમાં ઠંડીને લીધે ચારેકોર બરફ છવાઇ જવાથી ખોરાકનું મળવું મુશ્કેલ બનવાથી હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને દર વર્ષે આવે છે.પક્ષીઓના પ્રવાસને ઋતુ-પ્રવાસ કહે છે. ગુજરાતમાં આશરે 200 જેટલી જાતિના યાયાવર પક્ષીઓની આવન-જાવન થતી રહે છે. તાજેતરમાં જામનગરમાં રશિયા અને યુરોપ ખંડનું રેડનોટ પક્ષી તેની બ્રિડિંગ પ્લુમેજમાં જોવા મળતા પક્ષીપ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ હતી.

Situated on the shores of the Arabian Sea, Jamnagar has many geographical features.
અરબી સમુદ્રનાં કિનારે આવેલું જામનગર અનેક ભૌગોલિક વિશેષતા ધરાવે છે.

અરબી સમુદ્રનાં કિનારે આવેલું જામનગર તેની ભૌગોલિક વિશેષતાને લઈને પક્ષીઓના સ્વર્ગ તરીકે ઓળખાય છે. અહીં ખારા પાણી અને મીઠા પાણીના સ્થાનિક તેમજ યાયાવર પક્ષીઓ વર્ષ દરમિયાન જોવા મળે છે, તાજેતરમાં રશિયા અને યુરોપ ખંડનું રેડનોટ પક્ષી તેની બ્રિડિંગ પ્લુમેજમાં જોવા મળતા પક્ષીપ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જામનગર નજીક પ્રસિધ્ધ ખીજડીયા પક્ષી અભ્યારણ આવેલું છે. જેને તાજેતરમાં રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે, તેમજ અન્ય તળાવ અને ડેમ ઉપર હજારોની સંખ્યામાં દેશ-વિદેશનાં પક્ષીઓ યાત્રા કરીને આવતા હોય છે. આ પક્ષીઓને નિહાળવા તેમજ તેમની ફોટોગ્રાફી કરવા માટે અનેક પક્ષીપ્રેમીઓ જામનગરની મુલાકાત લેતા હોય છે. ત્યારે યુરોપીય પ્રદેશનું રેડનોટ જેને ગુજરાતીમાં લાલ ગાંઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પક્ષીઓ જામનગરમાં મળી આવતા મોટી સંખ્યામાં પક્ષીપ્રેમીઓ ઉમટી પડયા છે.

Bird fair at Lakhota Lake in the center of Jamnagar
સૌરાષ્ટ્રના પેરિસ તરીકે જાણીતા જામનગર શહેરની મધ્યમાં આવેલા લાખોટા તળાવ પર પક્ષીઓનો મેળો

જામનગર નજીક પીરોટન ટાપુ, નરારા ટાપુ તેમજ સાચાણા વિસ્તારમાં વિદેશી પક્ષીઓને પૂરતા પ્રમાણમાં ખોરાક તેમજ સલામતી મળી રહેતી હોય છે. અહીં પક્ષીઓ મોટી સંખ્યામાં શિયાળાની ઋતુમાં જોવા મળે છે. જામનગર નજીક બાળચડી સૈનિક સ્કૂલ પાસે સચાણા બંદર પર કેનેડા, યુરોપ અને રશિયાના ઉત્તર ભાગમાં રહેતું પક્ષી રેડનોટ 14,000 કિલોમીટરનો પ્રવાસ ખેડીને જામનગરના મહેમાન બન્યા છે, શિયાળો ગાળવા માટે બહુ જૂજ સંખ્યામાં આ પક્ષી ગુજરાતના દરિયા કાંઠે જોવા મળે છે.

રશિયા અને યુરોપ ખંડમાંથી શિયાળો ગાળવા આવતા પક્ષીઓ તેમનો પ્રજનન સમય આવી જતાં તેમના માદરે વતન યુરોપ ખંડમાં પરત ફરે છે અને પ્રજનન કાળ દરમિયાન આ પક્ષીઓના કલરમાં પણ ફેરફાર જોવા મળે છે, જામનગરમાં જોવા મળેલ બ્રિડિંગ પ્લુમેજમાં રેડનોટ પક્ષી પક્ષીવિદોના જણાવ્યા અનુસાર ભારતમાં પ્રથમ વખત સાચાણામાં જોવા મળ્યું છે.

Back to top button