ગુજરાત

જામનગર: ધ્રોલમાં નવરાત્રિ દરમિયાન બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા

Text To Speech
  • અકસ્માત મામલે ધ્રોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
  • લતીપર ગામ પાસે અકસ્માતનો બન્યો હતો
  • બીજો અકસ્માત માવા પર ગામના પાટીયા પાસે થયો

જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં નવરાત્રિ દરમિયાન અલગ અલગ બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યા છે. બંધ પડેલા ટ્રેક્ટરની પાછળ બાઇક ઘૂસી જતાં એક યુવાનનું મૃત્યુ નીપજયું છે, જ્યારે લતીપર નજીકના બનાવમાં બે બાઈક સામસામાં અથડાતા એક બાઈકના ચાલકનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નીપજ્યું છે.

આ પણ વાંચો: વિકાસ સપ્તાહ, વિકાસ ગાથા: ગુજરાતમાં જ્યોતિ ગ્રામ યોજનાથી ગામડાં ઝગમગી ઉઠ્યા

અકસ્માત મામલે ધ્રોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

લતીપર ગામ પાસે અકસ્માતનો બન્યો હતો. જેમાં બાઈક પર પસાર થઈ રહેલા લતીપર ગામના બાબુભાઈ બોરીચા નામના 58 વર્ષના આધેડ કે જેઓ પોતાનું બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન સામેથી આવી રહેલા એમ.પી.69 એમ.ઇ.2986 નંબરના બાઈકના ચાલકે ફુલ સ્પિડ કરતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ગંભીર ઈજા થવાથી બાબુભાઈ બોરીચાનું મૃત્યું નિપજ્યું છે. જે મામલે ધ્રોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતનો બીજો બનાવ માવા પર ગામના પાટીયા પાસે બન્યો

અકસ્માતનો બીજો બનાવ માવા પર ગામના પાટીયા પાસે બન્યો હતો. જેમા બાઈક લઈને પસાર થઈ રહેલા લખતર ગામના અજય કિશોરભાઈ ચૌહાણ નામના 25 વર્ષના બાઈક ચાલક યુવાનને માર્ગ પર બંધ અવસ્થામાં પડેલા જી.જે.10- બી.આર.1912 નંબરના ટ્રેક્ટરની પાછળ ઘૂસી જતાં અકસ્માત નડ્યો હતો, અને ઈજા થવાથી તેનું મૃત્યુ નીપજયું હતું. આ અકસ્માતના બનાવ અંગે પોલીસે માર્ગ પર કોઈપણ પ્રકારના સિગ્નલ દર્શાવ્યા વિના ટ્રેક્ટરની ટ્રોલી ઉભી રાખી બેદરકારી દર્શાવવા અંગે ગુનો નોંધ્યો છે.

Back to top button