ગુજરાતટ્રેન્ડિંગ

જામનગર: અનંત અંબાણી દ્વારા સ્થપાયેલી વનતારામાં ઈસ્કોનના બે હાથીનું આગમન થશે

Text To Speech
  • હાથી કોલકાતા પાસેના માયાપુરની ISKCON સંસ્થાના છે
  • બંને હાથી મંદિરના વિવિધ તહેવારો અને વિધિમાં ભાગ લેતા
  • બંને હાથીમાં એક 18 વર્ષીય વિષ્ણુપ્રિયા અને બીજી 26 વર્ષીય લક્ષ્મીપ્રિયા

ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી દ્વારા સ્થપાયેલી એનિમલ રેસ્ક્યૂ અને રિહેબિલિટેશન સંસ્થા વનતારામાં બે મહિલા હાથીનું આગમન થશે. આ બંને હાથીમાં એક 18 વર્ષીય વિષ્ણુપ્રિયા અને બીજી 26 વર્ષીય લક્ષ્મીપ્રિયા છે.

હાથી કોલકાતા પાસેના માયાપુરની ISKCON સંસ્થાના છે

હાથી કોલકાતા પાસેના માયાપુરની ISKCON સંસ્થાના છે. તેઓને વનતારામાં લાવવા પાછળ ગત એપ્રિલ મહિનામાં બનેલી એક ઘટના જવાબદાર છે, જેમાં વિષ્ણુપ્રિયાએ તેના મહાવત પર ગંભીર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ તેની ખાસ કાળજી લેવાની અને તેને સારું વાતાવરણ પૂરું પાડવાની જરૂરિયાત ઊભી થઈ હતી.

સમિતિને સુપ્રીમ કોર્ટે પણ મંજૂરી આપી

વનતારા અને ઇસ્કોન દ્વારા શરૂ કરાયેલા આ ટ્રાન્સફર પ્રોજેક્ટને ત્રિપુરા હાઇકોર્ટ દ્વારા રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ મંજૂરી આપી હતી. આ સમિતિને સુપ્રીમ કોર્ટે પણ મંજૂરી આપી હતી. વનતારામાં વિષ્ણુપ્રિયા અને લક્ષ્મીપ્રિયાને તેઓના કાયમી નિવાસ જેવી જ બનાવવામાં આવેલી કુદરતી જગ્યાએ રાખવામાં આવશે. અહીં તેઓને પશુ નિષ્ણાતોની સેવા પણ મળશે. તેઓને બીજા હાથીઓ સાથે હળી-મળી શકે અને મજબૂત સંબંધ બનાવી શકે એ પ્રકારનું વાતાવરણ પણ મળશે.

બંને હાથી મંદિરના વિવિધ તહેવારો અને વિધિમાં ભાગ લેતા

ISKCON માયાપુર પાસે વર્ષ 2007થી લક્ષ્મીપ્રિયા અને 2010થી વિષ્ણુપ્રિયા હતા. આ બંને હાથી મંદિરના વિવિધ તહેવારો અને વિધિમાં ભાગ લેતા હતા. પેટા જેવી પ્રાણી સંરક્ષણ સંસ્થાઓ દ્વારા આ હાથીઓને વિશ્વસનીય અને જાણીતા એલિફન્ટ કેરમાં મોકલવાની ભલામણ કરાઈ હતી. આ હાથીઓને રેસ્ક્યૂ સેન્ટરમાં મોકલવા બદલ પેટા દ્વારા મિકેનિકલ એલિફન્ટ આપવાની રજૂઆત પણ કરાઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદ: ખાનગી શાળા છોડી મ્યુનિ.શાળામાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓનો આંકડો જાણી દંગ રહેશો

Back to top button