જામનગર: ગણેશ મહોત્સવમાં સૌથી મોટી 23 ફુટ લાંબી માર્કર પેન બની આકર્ષણનું કેન્દ્ર
જામનગરમાં સૌથી મોટી 23 ફુટ લાંબી માર્કર પેન બનાવી વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા દાવો કરવામાં આવ્યો છે. જેમાં એઈટ વન્ડર ગ્રુપ દ્વારા 24 કલાકમાં 23 ફુટ, 2.5 ઈંચની માર્કર પેન બનાવી છે. શહેરના કડીયાવાડ વિસ્તારમાં એઈટ વન્ડર ગ્રુપ દ્વારા છેલ્લા 25 વર્ષથી દગડુશેઠ સાર્વજનિક ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે 26માં વર્ષે પણ ગણેશ સ્થાપન કરવામાં આવ્યું છે.
2020ના 9 ફૂટની માર્કરે પેનનો વિર્લ્ડ રેકોર્ડ નોધાવ્યો
એઇટ વન્ડર્સ ગ્રુપના ભરતસીંહ પરમારે જણાવ્યું હતું કે, અગાઉ કેરળમાં 2020ના 9 ફૂટની માર્કરે પેનનો વિર્લ્ડ રેકોર્ડ નોધાવ્યો હતો. જેને જામનગરમાં આ વર્ષે ગણેશ ઉત્સવના ઉજવણી દરમ્યાન સાક્ષરતા દિવસ નિમિત્તે તા.8 સપ્ટેમ્બરના ગુરૂવારે કડીયાવાડમાં દગડુશેઠ સાર્વજનિક ગાપતિ મહોત્સવ પંડાલમાં 23 ફુટની મહાકાય વિશ્વની સૌથી મોટી માર્કર પેન બનાવી ગણપતિ ભગવાનની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.
અગાઉ 8 વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા છે
આ ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવ દરમ્યાન અગાઉ 8 વર્લ્ડ રેકોર્ડ નોંધાવી ચુક્યું છે. ત્યારે આ વર્ષે 9મો વિશ્વવિક્રમ નોંધાવવા માટે ગણપતિ મહોત્સવ દરમયાન માત્ર 24 કલાકમાં 23 ફુટ લાંબી અને 2.5 ઈંચ પહોળી સૌથી મોટી માર્કર પેન બનાવીને ગણપતિજીની પ્રતિકૃતિ બનાવીને ગીનીસ બુકમાં નામ નોંધાવવા માટે દાવો કરાયો છે.