જામનગર : ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું અચાનક મોત
રાજ્ય અને દેશમાં અચાનક મોત થવાના કેસમાં ખુબ જ મોટો વધારો થયો છે. ત્યારે રાજ્યમાંથી આ પ્રકારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં જામનગરના ધ્રોલમાં એક વિદ્યાર્થીનું અચાનક મોત નિપજ્યું છે. જો કે હાલ તેના મોત પાછળનું કારણ સામે આવ્યું નથી. હાલ વિદ્યાર્થીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ લઇ જવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ વિદ્યાર્થીના મોત પાછળનું સાચું કારણ જાણી શકાશે.
ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત
પ્રાપ્ત વિગતો મુજબ જામનગરના ધ્રોલમાં ધોરણ 6માં અભ્યાસ કરતો વ્રજ સોરઠિયા નામનો વિદ્યાર્થી અચાનક બેભાન થયો હતો.જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામા આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબે વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો. અચાનક જ ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત થતાં ધ્રોલ પંથકમાં અરેરાટી વ્યાપી છે.
આ પણ વાંચો : સુરત રેલવે સ્ટેશનની બહારથી 33 કિલો ગાંજા સાથે ઓરિસ્સાવાસીની ધરપકડ
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો
હાલ વિદ્યાર્થીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ લઇ જવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વિદ્યાર્થીના મોત પાછળનું સાચું કારણ જાણી શકાશે. જાણકારી મુજબ વ્રજ સોરઠિયા સૈનિક સ્કૂલની તૈયારી કરવા માટે ધ્રોલમાં શિક્ષકને ત્યાં રહેતો હતો. ત્યારે અચાનક વિદ્યાર્થીના મોતથી પરિવારજનોમાં માતમ છવાયો છે.
આ પણ વાંચો : રાજ્યના સૌથી મોટા ગેરકાયદે હથિયારોના વેચાણનો પર્દાફાશ