જામનગરના PSI 50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, ACBની કાર્યવાહી
જામનગરઃ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સેકન્ડ પી.એસ.આઇ તરીકે ફરજ બજાવતા જે.કે. ચાવડા રૂપિયા 50 હજારની લાંચ લેતાં એસીબીના હાથે ઝડપાયા છે.
મળતી માહિતી મુજબ, ફરિયાદી તેના મિત્ર પોતાની કાર લઈ જતા હતા. તે દરમિયાન આરોપીએ તેમની કાર રોકાવી બંને દારૂ પીધેલા છે. તેવું જણાવી તેમના વિરોધ દારૂ પીવાનો કેસ કરી કાર કબજે કરવી પડશે તેવું જણાવ્યું હતું અને આ કામના આરોપીએ ફરિયાદી તથા સાહેબને જણાવ્યું હતું કે, જો દારૂનો કેસ ના થવા દેવો હોય તો બંનેએ પચાસ પચાસ હજાર રૂપિયા આપવા પડશે. રકજકના અંતે બંનેના થઈને લાંચ પેટે રૂપિયા 50 હજારની માગણી કરી હતી, પરંતુ ફરિયાદીએ આવી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી તેઓએ એસીબીનો સંપર્ક ટોલ ફ્રી નંબર 1064 પર સાધ્યો હતો.
ત્યારે એસીબી દ્વારા ફરિયાદના આધારે આજરોજ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું અને લાંચના છટકામાં દરમિયાન પંચકોશી એ ડિવિઝનના સેકન્ડ પીએસઆઇ જે કે રાઠોડ ફરિયાદી પાસેથી રૂપિયા 50 હજારની ગેરકાયદેસર માગણી કરી હતી. તે હેતુલક્ષીથી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા રંગેહાથે એસીબીના ઝડપી પાડ્યા હતા. જ્યારે લાંચ લેતા ઠેબા ચોકડીથી જામનગર તરફના રોડ પર 500 મીટર દૂર ટી પીએસઆઇ જે.કે. રાઠોડ લાંચ લેતાં ઝડપાયા છે
હાલ લાંચ લેનાર આરોપીને કોઇ ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આરોપી પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સેકન્ડ ટી આઈ જે.કે. રાઠોડની અટક કરી છે.