જામનગર: સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીની મિલકતો પર તંત્રનું બુલડોઝર
- દબાણ હટાવાની કામગીરી દરમિયાન જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ હાજર રહ્યાં
- બોક્સ ક્રિકેટના બાંધકામ પર બુલડોઝર ફેરવીને દબાણો હટાવામાં આવ્યા
- ચાર ગેરકાયદેસર મકાન પર પોલીસ અધિકારીની હાજરીમાં ડિમોલિશન
જામનગરમાં સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીની મિલકતો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. શહેરના સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના સામૂહિક દુષ્કર્મ કેસના મુખ્ય આરોપીના ઘાંચીની ખડકી વિસ્તારમાં આવેલા ચાર ગેરકાયદેસર મકાન પર જિલ્લા પોલીસ વડા, મ્યુનિ. કમિશનર સહિતના અધિકારીની હાજરીમાં ડિમોલિશન કરવામાં આવ્યું છે.
બોક્સ ક્રિકેટના બાંધકામ પર બુલડોઝર ફેરવીને દબાણો હટાવામાં આવ્યા
આ સાથે નદીના પટ વિસ્તારની 5000 ફૂટ જેટલી સરકારી જમીન પર બનાવેલા બોક્સ ક્રિકેટના બાંધકામ પર બુલડોઝર ફેરવીને દબાણો હટાવામાં આવ્યા છે. સામૂહિક દુષ્કર્મ કેસના મુખ્ય આરોપી હુસેન ગુલમામદ શેખે ઘાંચીની ખડકી વિસ્તારમાં મહાનગરપાલિકાની આશરે 2500 ફૂટની જગ્યા પર ગેરકાયદેસર ચાર મકાનો બનાવ્યા હતા. સમગ્ર મામલે મહાનગરપાલિકાએ નોટિસ પાઠવીને આધાર પુરાવા માગ્યા હતા, પરંતુ આરોપીએ કોઈ ઠોશ પુરાવા રજૂ ન કરતા અંતે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
દબાણ હટાવાની કામગીરી દરમિયાન જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ હાજર રહ્યાં
દબાણ હટાવાની કામગીરી દરમિયાન જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ, શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા, સિટી એ. ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડા સહિત મહાનગરપાલિકાના એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિત, એસ્ટેટ શાખાના અધિકારીઓ સુનિલ ભાનુશાલી, યુવરાજસિંહ ઝાલા, અનવર ગજણ સ્થળ પર હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત: અમદાવાદ-ગાંધીનગર સહિત અનેક જિલ્લાના વિભાજનની ચર્ચા