જામનગરની ખાનગી શાળાને ફી રેગ્યુલેટરી કમિટીના હુકમોના ઉલ્લંઘન બદલ દંડ

ગાંધીનગર, 20 માર્ચ, 2025: જામનગરની એક ખાનગી શાળાને ફી રેગ્યુલેટરી કમિટીના હુકમોના ઉલ્લંઘન બદલ દંડ કરવામાં આવ્યો હોવાની માહિતી રાજ્યની વિધાનસભામાં આપવામાં આવી છે. Jamnagar private school fined ખાનગી શાળાઓમાં વસુલવામાં આવતી ફી અંગે વિધાનસભા ગૃહમાં માહિતી આપતા શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં ખાનગી શાળાઓ દ્વારા ફી રેગ્યુલેટરી કમિટીના હુકમોનું ઉલ્લંઘન કરીને વધુ ફી ઉઘરાવવામાં આવતી હોવાની જામનગર જિલ્લામાં કુલ ૦૧ ફરિયાદ મળી છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં એકપણ ફરિયાદ મળેલી નથી. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા જામનગર જિલ્લાની શાળાને ગુજરાત સ્વનિર્ભર શાળા ફી અધિનિયમ-૨૦૧૭ની કલમ-૧૪(૧) મુજબ રૂ. ૨.૫૦ લાખનો દંડ કરવામાં આવ્યો છે.
શિક્ષણ મંત્રીએ કહ્યું કે છેલ્લા બે વર્ષમાં રાજ્યની કુલ ૨૬,૧૧૦ સ્વનિર્ભર શાળાઓ પૈકી ૧૨ ટકા એટલે કે ૩,૧૭૫ શાળાઓએ ફી નિયમન સમિતિઓમાં ફી વધારા માટે અરજી કરી હતી, જ્યારે બાકીની ૨૨,૯૩૫ એટલે કે ૮૮ ટકા જેટલી શાળાઓએ ફી ન વધારી એફીડેવીટ કરી છે.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
આ અંગે વધુ વિગતો આપતા મંત્રીએ જણાવ્યું કે ગુજરાત સ્વનિર્ભર શાળા અધિનિયમ-૨૦૧૭માં કાયદાના ભંગ અંગે કલમ-૧૪માં કરેલી જોગવાઈ મુજબ સ્વનિર્ભર શાળાને પ્રથમવાર કાયદાના ભંગ માટે રૂપિયા પાંચ લાખ સુધીનો દંડ, બીજીવાર પાંચ થી દસ લાખ રૂપિયા અને ત્રીજીવાર કાયદાના ભંગ માટે શાળાને અપાયેલી માન્યતા રદ કરવા-એન.ઓ.સી. પરત ખેંચવાની કાર્યવાહી કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ વિમાન અકસ્માત માટે તમારી વધુ વજનની લાલચ પણ જવાબદારઃ જાણો શું કહે છે રિપોર્ટ?
આ દંડની રકમ વસુલ કરવા ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી લીધેલી વધારાની ફીની બમણી રકમ પણ શાળાએ પરત કરવાની રહે છે. આ ઉપરાંત રકમની ચૂકવણી તે અંગેનો હુકમ મળ્યાની તારીખથી પંદર દિવસમાં કરવાની રહે છે. ત્યારબાદ વસુલાત કરવાની કુલ રકમના એક ટકા પ્રતિદિન લેખે ભરપાઈ કર્યાની તારીખ સુધી દંડ વસુલ કરવામાં આવશે. જો આ રકમ ત્રણ મહિનાની મુદત સુધીમાં ભરપાઈ કરવામાં નહીં આવે તો તે રકમ જમીન મહેસુલની બાકી લેણાની બાકી રકમ તરીકે ગણીને વસુલ કરવામાં આવશે, તેમ મંત્રી કુબેરભાઈ ડિંડોર જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ અભ્યાસ માટે યુકે જતા વિદ્યાર્થીઓ સાવધાનઃ એક યુવકે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી ચેતવણી