ગુજરાત

જામનગર પોલીસે બાતમીને આધારે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપ્યો; 2ની ધરપકડ, એક ફરાર

Text To Speech

જામનગરઃ સીટી બી. ડિવિઝનના ડી. સ્ટાફના પીએસઆઇ સી..એમ કાંટેલીયા તથા તેમના સ્ટાફને બાતમી મળી હતી કે, વ્હોરાના હજીરા પાસેથી પસાર થઈ રહેલી એક કારમાં ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો લઇ જવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે વોચ ગોઠવી એક કારને આંતરી લીધી હતી. જેની તલાસી લેતાં અંદરથી 126 નંગ ઈંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે કાર અને દારૂ વગેરે ક્બજે કરી લીધા હતા. જ્યારે કારની અંદર બેઠેલા ત્રણ શખ્સો મહંમદ ફૈઝલ ફાભાઇ મતવા, ફૈઝલ અબ્દુલભાઈ આમરોણીયા તથા સબીર હનીકભાઈ સંધીની અટકાયત કરી લીધી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન તેઓને જામજોધપુરના યુનુસ ઉર્ફે મુન્નોરાવડા નામના શખ્સનો જથ્થો સપ્લાય કર્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે. આ કાર્યવાહી સીટી બી પોલીસ મથકના ઈન્ચાર્જ પી. આઈ. એમ એન ચૌહાણ અને સર્વેલન્સના સ્કોડના પી. એસ. આઈ. સી. એમ. ટેલિયા, એ એસ આઈ. એચ. એમ. ચાવડા અને જમાદાર રાજેશભાઈ વેગડ સહિતના દ્વારા કરવામાં આવેલ હતી.

Back to top button