એજ્યુકેશનકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગયુટિલીટીવિશેષ

જામનગરઃ જિલ્લા સરકારી પુસ્તકાલય ખાતે આજે સ્માર્ટ લાઇબ્રેરીનું ઉદ્દઘાટન

  • લાઇબ્રેરીમાં ૭૦ હજારથી વધુ પુસ્તકો, સાઉન્ડપ્રૂફ કોન્ફરન્સ રૂમ, સિનિયર સિટિઝન વિભાગ, આધુનિક કમ્પ્યૂટર સાથે ઈ-લાઇબ્રેરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ

જામનગર, 5 માર્ચઃ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગ્રંથાલય ખાતા હસ્તકની સરકારી જિલ્લા પુસ્તકાલય– જામનગર તા. ૧૪-૦૩-૧૯૬૨ થી જામનગરની જાહેર જનતા માટે કાર્યરત છે. આ લાઇબ્રેરીને વર્ષ ૨૦૨૩-૨૪ માં રૂા. એક કરોડના ખર્ચે સ્માર્ટ લાઇબ્રેરી બનાવવાની કામગીરી પૂર્ણ થયેલી છે. નવી બનેલી સ્માર્ટ લાઇબ્રેરી તથા ઈ-લાઇબ્રેરીનું ઉદ્દઘાટન આજે અર્થાત તા. ૦૬-૦૩-૨૦૨૪ ને બુધવારના રોજ સંસદ પૂનમબેન માડમના હસ્તે સવારે ૧૦:૦૦ કલાકે કરવામાં આવશે.

jilla pustakalaya - HDNews
jilla pustakalaya – ફોટોઃ માહિતી ખાતું

નવી બનેલી સ્માર્ટ લાઇબ્રેરીમાં શરૂ કરેલી સુવિધાઓઃ

પુસ્તક આપે- લે વિભાગ :- આ વિભાગમાં ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી ભાષાના 70,000 હજારથી વધુ. તમામ પુસ્તકો કમ્પ્યૂટરાઈઝ કરવામાં આવેલાં છે. વાચકોને પુસ્તક વધારે પુસ્તકોનો ખજાનો શોધવા કમ્પ્યૂટરમાં (OPAC) સિસ્ટમની સુવિધા.

વિદ્યાર્થી વાંચનાલય વિભાગ:- વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે અલગ અલગ રૂમોની બેઠક વ્યવસ્થા. તમામ ફર્નિચર નવું અને આધુનિક મૂકવામાં આવેલું છે. રૂમમાં ૮,૦૦૦ થી વધારે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતાં પુસ્તકોની વ્યવસ્થા.

સંદર્ભ વિભાગ:- આ વિભાગમાં પી.એચ.ડી.તથા ઉચ્ચ અભ્યાસમાં સંસોધન કાર્યમાં મદદરૂપ થાય તેવા ૨,૦૦૦ થી વધારે પુસ્તકોની વ્યવસ્થા કરવામાં આવી છે.

બાળ વિભાગ:- નાના બાળકો માટે બાળ પુસ્તકો સાથે નવા ફર્નિચરની વ્યવસ્થા ઊભી કળવામાં આવી છે.

સર્કિંગ ઝોન વિભાગ :- આધુનિક કમ્પ્યૂટર સાથે પુસ્તક-વાચન માટેની ઈ- લાઇબ્રેરીની વ્યવસ્થા.

સિનિયર સિટીઝન વિભાગ:- ૧૫ થી વધારે ન્યુઝ પેપર અને ૪૦ થી વધારે મેગેઝીન સાથે આરામદાયક ફર્નિચરની વ્યવસ્થા.

એ.વી.રૂમ વિભાગ:- ૮૩” નું સ્માર્ટ ડીઝીટલ TV,AC સાથે સાઉન્ડપ્રૂફ કોન્ફરન્સ રૂમની વ્યવસ્થા રાખવામાં આવી છે.

jilla pustakalaya - HDNews
jilla pustakalaya – ફોટોઃ માહિતી ખાતું

C.C.T.V. કેમેરા :- ૨૦ થી વધારે C.C.T.V. કેમેરાથી લાઇબ્રેરી સુરક્ષિત કરવામાં આવેલી છે. પુસ્તકાલયના તમામ વિભાગોમાં આકર્ષિત દિવાલોમાં રંગરોગાન, પુરતી LED લાઈટો, પંખાઓ, R.O. પ્લાન સાથે પીવાના પાણી માટેના કુલરની વ્યવસ્થા, લાઇબ્રેરીના બહારના કમ્પાઉન્ડમાં સિમેન્ટ બાકડાની બેઠક વ્યવસ્થા કરવામાં આવેલી છે. અત્યાધુનિક લાઇબ્રેરીની સુવિધાથી જામનગરના વિદ્યાર્થીઓ તેમજ વાચકોને ઘણો ફાયદો થશે.

આ પણ વાંચોઃ તોફાન કે પછી કાવતરું? વંદે ભારત ટ્રેન પર એક જ દિવસમાં ચાર જગ્યાએ પથ્થરમારો

Back to top button