કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022

જામનગર : કાલાવડ તાલુકામાં જેટકોના વીજપોલ ખેડૂતો માટે બન્યા આફત !!

Text To Speech

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખેડૂતોની માથે મોત ઝબુક્યું છે. જેમાં તાલુકાના જસાપર ગામના ખેડૂતોના ખેતરોમાં જેટકો કંપનીની 220 કેવી લાઇનનો વીજપોલ ધરાશાયી થયો છે. છેલ્લા એક મહિનાથી આ વીજપોલ આડા પડખે થવા છતા એક પણ અધિકારી વીજપોલના રિપેરીંગ માટે આવ્યા નથી. જેના કારણે ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ થઈ છે.

કંપનીની બેદરકારીને કારણે ખેડૂતો ખેતરમાં જઇ શકતા નથી 

કારણ કે જેટકો કંપનીની બેદરકારીને કારણે ખેડૂતો પોતાના ખેતરમાં જઇ શકતા નથી તથા વીજલાઇન ચાલુ હોવાને કારણે ખેડૂતો ખેતરમાં પાણી વાળવા કે દવાનો છંટકાવ કે નિંદામણ કરવા જઈ શકતા નથી. ગત સપ્તાહે સારો વરસાદ થવાને કરણે ખેડૂતોને વાવેતરમાં ફાયદો થયો અને ત્યારબાદ વરાપ નીકળતા ખેતરમાં નિંદામણ, દવાનો છંટકાવ સહિતની કામગીરી કરવાની હોય છે પરંતુ વીજલાઇન ત્યાંથી પસાર થતી હોવાથી અને વીજપોલ ધરાશયી થયો હોવાથી ખેડૂતો પોતાના ખેતર જઇ શકતા નથી.

ગામના આગેવાનોએ કૃષિમંત્રી રાધવજીભાઇ પટેલને પણ રજુઆત કરી
જેટકો કંપનીની 220 કેવી લાઇનનો વીજપોલ ધરાશયી જેટકો કંપનીની બેદરકારીને કારણે ખંડ્તો ચિતામાં મૂકાયા છે. ખેડૂતોનું કહેવું છે કે ગામના આગેવાનોએ કૃષિમંત્રી રાધવજીભાઇ પટેલને પણ રજુઆત કરી હતી. પણ તેમ છતાં પણ કોઈ અધિકારી આજ સુધી આવ્યો નથી. ખેડ્તોનું કહેવું છે કે હવે અધિકારીઓ અમારા કોન પણ રિસીવ નથી કરતા. જ્યારે અમારી ટીમે જેટકો કંપનીના અધિકારીના કોન્ટેક્ટ કયો તો તેને ઉડાવ જવાબ આપ્યા છે. આ વીજ વાયરને લીધે ખેડત કે તેના મજુરને કઇ થશે તેનો જવાબદાર કોણ તેવો પ્રશ્ન ઉપસ્થિત થવા પામ્યો છે.

Back to top button