જામનગર: 108ની ટીમની ઈમાનદારી, દર્દીની રૂ.69 હજારની રોકડ તેના પરિવારને આપી


- મહેશભાઈ ફલીયા પોતાના બાઈક પરથી સ્લીપ થઈ ગયા હતા
- કોઈ રાહદારીએ 108 માં કોલ કરીને તાત્કાલિક આવવા જણાવ્યું
- રોકડ રકમ અને મોબાઈલ આપતા દર્દીના સગાએ 108 ના સ્ટાફનો આભાર માન્યો
જામનગરના જનતા ફાટક વિસ્તારના લોકેશનની 108 ની ટીમને બપોરના સમયે એક કોલ મળ્યો હતો. જેમાં મોખાણા પાટિયા પાસે મહેશભાઈ ફલીયા પોતાના બાઈક પરથી સ્લીપ થઈ ગયા હતા. જેમાં તેમને માથાના ભાગે અને મોઢા પર ઇજા થવાથી બેહોશ થઇ ગયા છે. કોઈ રાહદારીએ 108 માં કોલ કરીને તાત્કાલિક આવવા જણાવ્યું હતું.
દર્દીના સગાએ 108 ના સ્ટાફનો આભાર માન્યો
જેમાં 108ના જનતા ફાટકના કર્મચારી ઇએમટી અમિષાબેન ડાંગર અને પાયલોટ સુખદેવસિંહ વાળા સમયસર ઘટના સ્થળે પહોચી ગયા હતા. અને જરૂરી સારવાર કરતાં મહેશભાઈ પાસેથી 69000 રૂપિયા રોકડા અને મોબાઈલ મળી આવ્યા હતા. જેની સૂચના તેમના પરિવારને કરીને જી.જી.હોસ્પિટલમાં બોલાવી લઈ ઇજાગ્રસ્તની પુત્રીને રોકડ રકમ અને મોબાઈલ આપી પોતાની ઈમાનદારી અને કાર્યનિષ્ઠાનું પ્રમાણ આપ્યું હતું. જેથી દર્દીના સગાએ 108 ના સ્ટાફનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં લાંચીયા કર્મચારીઓ પર સકંજો, ACBએ ત્રણ અધિકારીને લાંચ લેતા ઝડપ્યા