કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતયુટિલીટીવિશેષહેલ્થ

જામનગરઃ જી.જી. હોસ્પિટલમાં અધ્યતન સી. ટી. સ્કેન મશીનનું લોકાર્પણ

Text To Speech
  • સી.ટી. સ્કેન મશીનની સુવિધાથી જામનગર સહિત દ્વારકા, પોરબંદર અને મોરબીના દર્દીઓને પણ લાભ મળશે

 જામનગર, 17 માર્ચ, જામનગરની જી.જી. હોસ્પિટલને રૂ.૫.૯૦ કરોડના ખર્ચે નવું અધ્યતન ટેકનોલોજીવાળું ૧૨૮ સ્લાઈસ સી.ટી. સ્કેન મશીન ફાળવવામાં આવ્યું છે. જેનું ગઈકાલે તારીખ ૧૬ માર્ચના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણમાં જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, શ્રીમતી રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી જોડાયાં હતાં.

g.g. hospital program - HDNews
g.g. hospital program – ફોટોઃ માહિતી ખાતું

જી.જી. હોસ્પિટલમાં કાર્યરત ૧૨૮ સ્લાઈસ સી. ટી. સ્કેન મશીન દ્વારા ચેસ્ટની સારી ગુણવત્તા વાળી ઇમેજ મળી શકશે, હોસ્પિટલના દર્દીઓને કાર્ડિયાક તથા વાસ્ક્યુલર સી. ટી. સ્કેન તપાસ થઈ શકશે તેમજ મયુકોરમાઇક્રોસીસ જેવી બીમારીનું નિદાન સચોટપણે થઈ શકશે. આ સુવિધાથી હોસ્પિટલ ખાતે મહિનામાં અંદાજિત ૧૦૦૦ દર્દીઓને તેમજ આજુબાજુના પોરબંદર, દ્વારકા અને મોરબીના જિલ્લાઓને પણ લાભ થશે. આ મશીન જી.જી. હોસ્પિટલમાં ૭૦૦ બેડની હોસ્પિટલમાં કાર્યરત રહેશે.

g.g. hospital program - HDNews
g.g. hospital program – ફોટોઃ માહિતી ખાતું

આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા, અગ્રણીશ્રી ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રીઓ, એમ.પી.શાહ મેડિકલ કોલેજનાં ડીન નંદિનીબેન દેસાઇ, તબીબો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

g.g. hospital program - HDNews
g.g. hospital program – ફોટોઃ માહિતી ખાતું

આ પણ વાંચોઃ મોરબીઃ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે આર.ટી.આઈ. હેઠળ ધોરણ 1 માં પ્રવેશ પ્રક્રિયા શરૂ

Back to top button