કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

જામનગરમાં પૂર્વ કોંગી કોર્પોરેટરે મારામારીના મામલે ભાજપના દંડક સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી

Text To Speech

જામનગર, 30 નવેમ્બર,  શહેરના પૂર્વ કોગ્રેસી કોર્પોરેટર પર થયેલા હૂમલા કેસમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના દંડક સહિત ત્રણ કોર્પોરેટરો સામે પોલીસ ફરિયાદ થતાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ધીરેશ કનખરાએ સીટી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભાજપના કોર્પોરેટર અને મનપાના દંડક કેતન નાખવા, વિમલ કનખરા અને હિતેશ કનખરા સામે ફરિયાદ દાખલ કરી છે.

દિવાળીની રાત્રે થયેલી મારામારી મામલે ફરિયાદ થઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે ધીરેશ કનખરા અને કેતન નાખવા વચ્ચે લાંબા સમયથી વિખવાદ ચાલતો હતો. દિવાળીના રોજ રાતના સમયે શહેરમાં હવાઈ ચોક વિસ્તારમાં બંનેના જૂથ વચ્ચે અથડામણનો બનાવ બન્યો હતો. આ બનાવ બાદ ધીરેશ કનખરા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યારે હવે ધીરેશ કનખરાએ ભાજપના 3 કોર્પોરેટરો સામે ક્રોસ ફરીયાદ કરતાં રાજકારણ ગરમાયું છે.

ભાજપે ફરિયાદ રાજકીય હેતુ માટે હોવાનું જણાવ્યું
ભાજપના ત્રણ કોર્પોરેટરો સામે ફરીયાદ કરનાર કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ધીરેશ કનખરાએ મીડિયાને કહ્યુ હતું કે, આ મામલે સમાધાન માટે વાત ચાલતી હતી જેથી મોડી ફરિયાદ કરી છે. બીજી બાજુ ભાજપના દંડક કેતન નાખવાએ ફરિયાદને ખોટી અને રાજકીય હેતુ માટે કરી હોવાનું જણાવ્યું હતું. હવે સામ સામે ફરિયાદ થતાં સમાધાન થશે કે મામલો વધુ ગંભીર બનશે એ આવનારો સમય બતાવશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ઓવરસ્પીડ વાહન ચલાવનારાઓની ખેર નહીં, જુઓ પોલીસે જાહેર કર્યો છે એક વીડિયો

Back to top button