કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત
જામનગર : સિક્કા ટીપીએસના પૂર્વ GMએ સત્તાનો દુરુપયોગ કરતા કાર્યવાહી
જામનગરના સિક્કામાં આવેલી ટીપીએસ કંપનીના તત્કાલીન ડેપ્યુટી જનરલ મેનેજર સામે જામનગર એ.સી.બી.ની ટીમે સત્તાના દુરુપયોગ અંગે ગુનો નોંધ્યો છે, જેથી ટીપીએસ વર્તુળમાં ભારે ચર્ચા જાગી છે. વીઆઈપી ગેસ્ટ હાઉસમાં કેટરિંગ તથા હાઉસકીપિંગના કામમાં લાંચની રકમ સ્વીકાર્યાની તેમજ ખાનગી હોટલના બિલો કોન્ટ્રાક્ટર પઢીએ ચૂકવવાની વિગતો સામે આવતાં આ ગુનો નોંધવામાં આવ્યો છે.
૨૦૧૯ની સાલમાં ફરજ બજાવી ચૂકેલા અધિકારી સામે ગુનો નોંધાયો
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક સિક્કા ટીપીએસ માં તત્કાલીન નાયબ મહા પ્રતિબંધક વર્ગ -૧ તરીકે ૨૦૧૯ની સાલમાં ફરજ બજાવી ચૂકેલા કલ્પેશ બી. જરીવાલા સામે જામનગર એ.સી.બી. કચેરી માં આજે પોતાની સત્તાનો દુરુપયોગ કરવા અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની સને-૧૯૮ (સુધારો ૨૦૧૮)ની કલમ -૭(એ),૧૩(૧)(એ), તથા૧૩(૨) મુજબ કેસ દાખલ કરાયો છે.
વીઆઈપી ગેસ્ટ હાઉસમાં હાઉસકીપિંગનો કોન્ટ્રાક્ટ આપવા માટે ગોટાળા કર્યા હતા
એસીબીની કચેરીમાંથી મળતી વિગતો અનુસાર તત્કાલીન નાયબ મહા પ્રતિબંધક વર્ગ-૧ કલ્પેશ બી. જરીવાલા કે જેઓએ માર્ચ ૨૦૧૯ થી તારીખ ૫.૧૨.૨૦૧૯ સુધીના સમયગાળા દરમિયાન પોતાની ડી.જી.એમ. તરીકેની કાયદેસરની પારદર્શક વહીવટ છતાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે જ્યારે સિક્કા ટીપીએસ ખાતે ફરજ બજાવતા હતા, ત્યારે સિક્કા ટીપીએસમાં આવેલા વીઆઈપી ગેસ્ટ હાઉસમાં કેટરિંગનો કરવાની ફરજ તથા જવાબદારી હોવા તથા હાઉસકીપિંગનો કોન્ટ્રાક્ટ આપવા માટે ગોટાળા કર્યા હતા.
રૂ.36,600 ની લાંચ લેવામાં આવી હોવાના પુરાવાઓ મળ્યા હતા
જે અંગેના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા વગર જ પોતાની યોગ્યતા ન હોવા છતાં કોન્ટ્રાક્ટ આપવા માટે જુદા જુદા સમયે પાસેથી અને પ્રસંગે કોન્ટ્રાક્ટર ગેરકાયદેસર રીતે રૂપિયા ૩૬,૬૦૦ની મેળવી હોવાનું પુરાવા રૂપે સામે લાંચ આવ્યું હતું. આ ઉપરાંત કોન્ટ્રાક્ટર પાસે ગેર કાયદેસર રીતે હોટલ બુક કરાવી અનુચ્છેદ લાભ મેળવ્યો હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું. સેલવાસની એક ખાનગી હોટલમાં પરિવાર સહિત પોતે ઉતર્યા હતા, જેનું બિલ પણ કોન્ટ્રાક્ટર પેઢીએ ચૂકવ્યું હોવાનું સામે આવ્યું હતું, અને પોતાના રાજ્ય સેવક તરીકે ના હોદ્દા નો દુરુપયોગ કયી હોય તેવા પુરાવાઓ એસીબીની ટીમમાં તપાસ દરમિયાન સામે આવ્યા હતા.
બદલી કરીને તેઓને બરતરફ કરી દેવામાં આવ્યા બાદ ગુનો નોંધાયો
દરમ્યાન સિક્કા ટીપીએસ દ્વારા પણ આ સમગ્ર પ્રકરણમાં તપાસ કરવામાં આવી હતી, અને કલ્પેશ બી. જરીવાલા કે જેને પાન્ધ્રો તરફ બદલી કરીને તેઓને બરતરફ કરી દેવામાં આવ્યા છે. જેઓ સામે એસીબી ની ટીમ દ્વારા ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.