કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

જામનગર : રખડતાં ઢોરે હડફેટે લેતા વૃધ્ધા ગંભીર, અમદાવાદ ખસેડાયા

Text To Speech

જામનગર નજીક ગ્રામ્ય વિસ્તાર દરેડમાં રખડતા ઢોરે વૃદ્ધાને હડફેટે લઈ ઢીકે ચઢાવતા ગંભીર ઇજા થતા સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વૃધ્ધાને ચારથી વધુ ફ્રેકચર થયા હોવાની માહિતી મળી રહી છે અને તેમની હાલત ગંભીર હોવાનું સામે આવતા અમદાવાદ ખસેડાયા હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ શહેરમાં પણ એક યુવકને ઢોરે હડફેટે લેતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ગ્રામ્ય – શહેરમાં અવારનવાર ઢોરની ઢીંકે નાગરિકો ચડતા રહે છે. જ્યારે તંત્ર પણ ભેદી મૌનથી લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી છે.

શું છે સમગ્ર ઘટના ?

મળતી માહિતી અનુસાર, જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ અનહદ છે અને મનપા તંત્ર આ માટે કોઈ નક્કર કાર્યવાહી કરી રહી છે અને શહેરમાં અનેક નિર્દોષ નાગરિકો અને શહેરીજનો અકસ્માતનો ભોગ બન્યા છે. જામનગર નજીક આવેલ દરેડ ગામે રસ્તે રઝળતા પશુઓના ત્રાસનો ભોગ બનતી ઘટના સામે આવી છે.ત્યારે આવી જ વધુ એક ઘટના દરેડ નજીક મસીતીયા રોડ પર બની છે જ્યાં એક વૃધ્ધા પશુઓની અડફેટનો ભોગ બનતા તેની હાલત ગંભીર થઇ છે. હાજરાબેન ઉમરભાઈ નોયડા નામના 70 વર્ષીય વૃધ્ધા મસીતીયા રોડ આલ્ફા સ્કૂલ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ત્યાં બે આખલા વચ્ચે લડાઈ ચાલી રહી તે જેને આ વૃદ્ધ મહિલાને અડફેટ લેતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોચતા હાલ આ મહિલાની સારવાર જીજી હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. જ્યાંથી વધુ સારવાર માટે તેને અમદાવાદ ખાતે ખસેડવામાં આવશે તેમ જાણવા મળે છે.

જી.જી. હોસ્પિટલ પાસે યુવકને હડફેટે લીધો, સારવાર માટે ખાનગીમાં ખસેડાયા

આ ઉપરાંત જામનગર જી.જી. હોસ્પિટલની સામે જ્યોતિ હોટલની પાસે પણ રખડતા ઢોરે હિમાંશુ દવે નામના વ્યક્તિને ઇજાગ્રસ્ત કર્યા હતા. તે હિમાશુભાઈ દવે ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. ઇજાગ્રસ્ત થયેલા હિમાંશુભાઈ દવેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં હતા જ્યાં તેઓનું ઓર્થોપેડિક ડો. નેહલ શાહ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું અને હિમાંશુભાઈને થયેલી ઇજા ઉપર સર્જરી કરવામાં આવી હતી આમ જાહેર રોડ ઉપર રખડતા ઢોરોનો ત્રાસ સામે લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી અને આ રખડતા ઢોરોને પકડવા મહાનગરપાલિકા નું તંત્ર એલર્ટ બને તેવી માંગ ઉઠી જાય જેથી કરીને કોઈ નિદોર્ષ વ્યક્તિએ આ રીતે ઈજાગ્રસ્ત બનવું ન પડે ભૂતકાળના બનાવો બાદ પણ મહાનગરપાલિકાના તંત્રએ ગંભીરતા લીધી ન હોય તેવું લોકોમાં ચર્ચા છે

 

Back to top button