જામનગરઃ જિલ્લા કક્ષાની કબડ્ડી અને ટેક્વોન્ડો સ્પર્ધાઓ યોજાઈ
- જોડિયામાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે જિલ્લા કક્ષાની ભાઈઓની કબડ્ડી સ્પર્ધા યોજાઈ
જામનગર, 4 ફેબ્રુઆરીઃ ખેલ મહાકુંભ 2.0 અન્વયે જામનગર જિલ્લા કક્ષાની ભાઈઓની કબડ્ડી સ્પર્ધાનું આયોજન જોડિયાની શ્રી સાંઈ વિદ્યા સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું. તેમાં વય જૂથ અંડર 14, અંડર 17 અને ઓપન વય જુથની સમગ્ર જામનગર જિલ્લાની 31 ટીમોએ ભાગ લીધો હતો.
સંસ્થાના ટ્રસ્ટીઓ અને જોડીયા તાલુકાના કન્વીનર શ્રી જગદીશ વિરમગામા દ્વારા ખેલ સમારોહનું ઉદ્ઘાટન કરાયું હતું. સમગ્ર જામનગર જિલ્લામાં અંડર 14 વય જૂથમાં પ્રથમ ક્રમાંક પર શ્રી લખતર પ્રાથમિક શાળા ટીમ, અંડર 17 વય જૂથમાં પ્રથમ ક્રમાંક પર બી.એમ.પટેલ ટીમ અને ઓપન વય જૂથમાં પ્રથમ ક્રમાંક સુમરા ટીમે પ્રાપ્ત કર્યો હતો. વિજેતા થયેલી ટીમો આગામી દિવસોમાં ઝોનકક્ષા અથવા રાજ્યકક્ષાએ જામનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એસ.એ.જી. સ્ટાફ, ઓફિસિયલ ટીમ, પોલીસ સ્ટાફ, વ્યાયામ શિક્ષકો અને સંસ્થાએ સહયોગ પૂરો પાડ્યો હતો. આ કાર્યક્રમમાં, સંસ્થાના ટ્રસ્ટી શ્રી અમિત ગોધાણી, શિક્ષકગણ અને બહોળી સંખ્યામાં ખેલાડીઓ હાજર રહ્યા હતા.
ટેકવોન્ડોની સ્પર્ધામાં વિજેતા જાહેર થયેલા ખેલાડીઓની નામસૂચિ જાહેર
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માર્ગદર્શન તળે જામનગર જિલ્લામાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લા કક્ષાની ભાઈઓની ટેકવોન્ડો સ્પર્ધા જે.પી.મોદી સ્કુલ- વસઈ અને બહેનોની સ્પર્ધા ડી.એલ.એસ.એસ.- કાલાવડમાં યોજાઈ હતી.
ખેલ મહાકુંભ 2.0 અન્વયે જિલ્લા કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધામાં શ્રી સાંઈ વિદ્યા સંકુલ- જોડીયાના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. જેમાંથી અલગ-અલગ વય જૂથ અને વજન જૂથના આધારે ગોલ્ડ મેડલ કેટેગરીમાં મકવાણા શ્વેત, ભાંભોર રણછોડ, રામાવત તુલસી, ભીમાણી દિયા, ઝાપડા સંદીપ અને વકાતર રવિકુમાર, સિલ્વર મેડલ કેટેગરીમાં સોયગામા ભાવેશ, સાંચલા શિવમ, પિંગળ યશરાજસિંહ, જોગેલ રાજેશ, ધામેચા પરેશ, ભીમાણી હેત, ગોધાણી અભી, કાસુન્દ્રા જયશ્રી, ખાટરીયા માનસી અને રાસમીયા મૌલી અને બ્રોન્ઝ મેડલ કેટેગરીમાં નંદાસણા શ્યામ, સોયગામા વરૂણ, કાલાવડીયા હેપી, રાઠોડ સુમિત, ભરવાડ કાનાભાઈ, સંગાડા સૃષ્ટિરાજ, પોપટપુત્રા તાબીસ, ખાંભુ અમિત, રામાવત પ્રેમ, ઝાલા મહિપાલસિંહ, દંગી હર્ષિલ, ભીમાણી નિરવ, ભીમાણી ચિન્ટુ, પરમાર મેહુલ, પરમાર રાજ, પનારા ઉર્વી, જાડેજા ગાયત્રીબા, કુંડારિયા હાર્વીબેન, ટોયટા જાગૃતિ, જાવિયા રૂત્વી, મારવણીયા સાક્ષી, ભીમાણી ખુશી, કાનાણી પ્રાચી અને નંગામરા અક્ષાબાનુને વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
આ સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ શાળાના આચાર્ય શ્રી જગદીશ વિરમગામા, શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકગણ અને કોચ શ્રી જયવિરસિંહ સરવૈયાએ જહેમત ઉઠાવી હતી.
રસીકરણ અંગે ગેરમાન્યતા દૂર કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દરેડની આરોગ્ય ટીમે ૮ બાળકોનું રસીકરણ કર્યું
જામનગર તાલુકાના દરેડ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બાળકોના રસીકરણ માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્થળાંતર કરીને દરેડ ગામે વસતા મજૂરી કામ કરતાં લોકોમાં એવી ગેરમાન્યતા હતી કે બાળકોને રસી આપવાથી તાવ આવી જાય , પગ સોજી જાય અને બાળક રડ્યા જ કરે. દરેડ આરોગ્યની ટીમ જ્યારે અહી બાળકોનું રસીકરણ કરવા પહોંચી ત્યારે બાળકોના પરિવારજનોએ ના પાડતાં આરોગ્યની ટીમ દ્વારા તેઓને રસીકરણ અને તેના ફાયદા વિષે સમજૂતી આપ્યા બાદ ૮ બાળકોને મીઝલ્સ રૂબેલા , ડી.પી.ટી , હિપેટાઈટિસ-B , ન્યુંમોકોકલ , પી.સી.વીની રસી આપવામાં આવી હતી.
આ કામગીરી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.એચ.એચ.ભાયા, તાલુકા હેલ્થ ઓફીસરશ્રી ડો.જગ્નેશ પટેલના માર્ગદર્શન હેઠળ એફ.એચ.ડબલ્યુશ્રી કાજલબેન રાવલીયા, શ્રી ડાકોરા સુજાનાબેન દ્વારા કરવામાં આવી હતી.
જામનગરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સામુહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ માટે સમીક્ષા બેઠકનું આયોજન કરાયું
જામનગરના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા આરોગ્ય કર્મચારીઓ અને ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટન્ટ માટે હેલ્થ મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ અંગેની તાલીમ આપવામાં આવી હતી અને રીવ્યુ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉકત બેઠકમાં, જિલ્લા કક્ષાએથી જિલ્લા આર.સી.એચ. અધિકારી શ્રી ડો.નૂપુર પ્રસાદ, જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર શ્રી યજ્ઞેશ ખારેચા, શ્રી કૈલાશ વૈષ્ણવ, શ્રી વિરલ કામદાર અને શ્રી સોહીલ વિમલ ગઢીયા ઉપસ્થિત રહયા હતા.
આ પણ વાંચોઃ સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ પ્રવેશ આપનાર પ્રથમ સંસ્થા IIT-મદ્રાસ બનશે