ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

જામનગર : ઈમરજન્સી ફ્લાઈટ લેન્ડિંગમાં આપત્તિજનક વસ્તુ ન મળી; સવારે 10 વાગ્યે ઉડાન ભરે એવી શક્યતા

ગઈ કાલે મોડી રાત્રે મોસ્કોથી ગોવા આવતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની માહિતી મળતા જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ. આ ઘટનાને પગલે NSG ની ટીમ જામનગર એરપોર્ટ પહોંચી છે. સતત 9 કલાકથી સુરક્ષા એજન્સીઓ દરેક વસ્તુનું ચેકિંગ કરી રહી છે. હાલ NSG સહિતની ટીમ મુસાફરો અને ફ્લાઈટની તપાસમાં જોતરાઈ છે. તો જામનગર, રાજકોટ, મોરબી સહિતની બોમ્બ સ્કવોડનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે.

bomb_alert_in_moscow-goa_flight Jamnagar Hum Dekhenge News 01

જામનગર, રાજકોટ, મોરબી સહિતની બોમ્બ સ્કવોડનું ચેકિંગ

ફ્લાઈટમાં સવાર 236 પ્રવાસી અને 8 ક્રૂમેમ્બરને સલામત રીતે બહાર કાઢવામા આવ્યા છે. જો કે સતત 9 કલાકના ચેકિંગ બાદ કોઇ શંકાસ્પદ વસ્તુ કે પદાર્થ મળ્યા નથી. મહત્વનું છે કે, મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બની શંકાને લઇ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ. જો કે પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ પદાર્થ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. હજુ સુધી ફ્લાઈટમાંથી કોઈ શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો નથી.

આ પણ વાંચો : ભારતમાં Omicronના તમામ પેટા વેરિએન્ટ જોવા મળ્યા, જાણો- કેવી રીતે થયો ખુલાસો ?

હાલ NSG સહિતની ટીમ મુસાફરો અને ફ્લાઈટની તપાસમાં જોતરાઈ તો જામનગર, રાજકોટ, મોરબી સહિતની બોમ્બ સ્કવોડનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે એરપોર્ટના આસપાસના વિસ્તારમાં ઈમરજન્સી સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જો કે પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ પદાર્થ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. હજુ સુધી ફ્લાઈટમાંથી કોઈ શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો નથી.

01 bomb_alert_in_moscow-goa_flight Jamnagar Hum Dekhenge News

તમામ મુસાફરો સુરક્ષિત

મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળતાની સાથે આ ફલાઈટને જામનગર એરપોર્ટ ખાતે ડાઈવર્ટ કરવામાં આવી હતી. આ ફલાઈટમાં 236 પેસેન્જર અને 8 ક્રુ મેમ્બર મળી કુલ 244 લોકો છે. જેમને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. જેઓ એરપોર્ટ લોન્જમાં છે. બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલની કામગીરી ચાલી રહી છે. બધા જ પેસેન્જર સુરક્ષિત છે.

રાત્રે ઇમરજન્સી લેન્ડિગ કરાયું હતું

જામનગર એરપોર્ટ પર ગત સાંજે 6 વાગ્યાની આસપાસ અઝુર એર નામની એરલાઇન્સના વિમાનના ઈમર્જન્સી લેન્ડિંગનો કોલ મળ્યો હતો. મોસ્કોથી ગોવા જઈ રહેલી ફ્લાટમાં બોમ્બ હોવાના ગુજરાત ATSને મળેલા માહિતીને આધારે રાત્રીના 9.49 કલાકે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ગુજરાત ATSને ફ્લાઈટમાં બૉમ્બ હોવાના માહિતી મળી હતી. જામનગર એરપોર્ટ પર BDDSની એક ટિમ તથા જામનગર SOG, સ્થાનિક પોલીસ, ગુજરાત ATSના અધિકારીઓ પહોંચ્યા હતાં.

એજન્સીઓમાં હાઇએલર્ટ

ATCના ઈનપુટ્સ બાદ મોસ્કો-ગોવા ચાર્ટર્ડ ફ્લાઇટ જામનગર, ગુજરાત તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. વધુ તપાસ ચાલી રહી છે. જામનગર એરપોર્ટને કોર્ડન કરી દેવામાં આવ્યું છે. કલેક્ટર, જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો એરપોર્ટ પર પહોંચી ચુક્યો છે. હાલ ફ્લાઈટમાં કોઈ એક્સ્પોઝિવ પદાર્થ છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.

ફ્લાઈટમાં રશિયના મુસાફરો સવાર હતા

વિમાનમાં 236 વિદેશી મુસાફરો સવાર છે જેમને જામનગરની ખાનગી હોટેલમાં લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પણ જામનગર એરપોર્ટને કિલ્લેબંધીમાં ફેરવી દેવાયું છે. હાલ એરપોર્ટ પર અધિકૃત વ્યક્તિઓ સિવાય કોઈને પ્રવેશવા આપવામાં આવતો નથી.

Back to top button