કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતસાયન્સ એન્ડ ટેકનોલોજી
ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું આંતરરાષ્ટ્રીય નેટર્વક ઝડપી લેતું જામનગર સાયબર ક્રાઇમ
જામનગર સાયબર ક્રાઇમ પોલીસને એનાલિસીસ દરમ્યાન ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચાલતું હોવાના મળેલા એનાલિસીસના આધારે એક શખ્સને દબોચી લીધો હતો.
ગાંધીનગરથી કિશન પરમારને દબોચ્યો, તે માત્ર 10 પાસ જ છે !!
મળતી વિગત મુજબ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ કર્મચારી વિકી ઝાલાને બ્રાઉઝર એનાલિસીસ દરમ્યાન ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચાલતું હોવાના હચમચાવી દેતી બાતમી મળતાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી.પી. ઝા, પીએસઆઇ અ.આર. રાવલ, હે.કો ભગીરથસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજા, પો.કો. કલ્પેશ મૈયડ, એએસઆઈ ડી.જે. ભુસા, ચંપાબેન વાઘેલા, ધર્મેશ વનાણી, રાજેશ પરમાર, રાહુલ મકવાણા, જેસા ડાંગર, રંજનાબેન વાઘ, વિકી ઝાલા, પુજાબેન ધોળકિયા, ગીતાબેન હિરાણી, ચંદ્રિકાબેન ચાવડા, નીલમબેન સીસોદીયા, અલ્કાબેન કરમુર સહિતની ટીમે એનાલિસીસ દરમ્યાન ગાંધીનગરમાં રહેતાં અને 10 ધોરણ પાસ કિશન લાખાજી પરમાર નામના ડ્રાઇવીંગ કરતા શખ્સની સંડોવણી ખુલતાં તેની ધરપકડ કરી હતી.
કિશનના મોબાઈલમાંથી 160 ચાઇલ્ડ પોનોગ્રાફીના વિડીયો મળ્યા, પોતાની એપ્લિકેશન પણ બનાવી હતી
પોલીસે કિશનના કબ્જામાં રહેલાં મોબાઇલમાંથી 160 ચાઇલ્ડ પોનોગ્રાફીના વિડીયો મળી આવ્યા હતાં અને ત્યારબાદ કિશનની પુછપરછ દરમ્યાન કિશને 1600 ચાઇલ્ડ પોનોગ્રાફીના વિડીયો કાઢી આપ્યા હતાં. તેમજ કિશને તૈયાર કરેલી અનેક એપ્લિકેશન પણ મળી આવી હતી તથા કિશને પોતાની ચેનલ પણ બનાવી હતી અને કિશન દ્વારા બ્લોગમાં 224 વિડિયો અપલોડ કરવામાં આવ્યા હતાં. ઉપરાંત કિશને ચાર વોટ્સએપમાં ગ્રુપ બનાવ્યા હતા. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લોકો જોડાયેલા હતાં. આ ગ્રુપ દ્વારા પોનોગ્રાફીના વિડીયો શેર અને વેચાણ કરતો હોવાનું તપાસ દરમ્યાન ખુલ્યું હતું. તથા ટેલિગ્રામમાં પણ આ વ્યવસાય માટે ગ્રુપ બનાવ્યું હતું. પોલીસે સાયબર ક્રાઇમ હેઠળ કિશન પરમાર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
મહિલાના નામનું આઈડી બનાવી વૃધ્ધોને બ્લેકમેઈલ કરતા હોટલ મેનેજરની કરી ધરપકડ
દરમ્યાન સોશિયલ મીડિયામાં મહિલાનું ફેક આઇડી બનાવીને મિત્રતા કર્યા પછી નકલી વકીલ અને નકલી પોલીસ બનીને સિનિયર સિટિઝનોને બ્લેકમેલ કરવાના પ્રકરણમાં પણ જામનગરની સાઇબર ક્રાઇમ સેલની ટીમે ખંભાળિયાની એક હોટલ મેનેજરને ઝડપી લઇ વધુ પુછપરછ હાથ ધરી અને તેના એક અન્ય સાગરીતની શોધખોળ હાથ ધરી છે.
કોલ કરીને વાતચીતનો ઓડીયો-વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતો
આ અંગેની વિગત મુજબ સોશિયલ મીડિયાના માધ્યમથી સિનિયર સિટીઝનોને ફેસબુક ઉપર હીના પટેલના નામની આઇડી બનાવી મિત્રતા કરી વાતચીત કરવા માટે ઓડીયો કોલ કરીને વાતચીતનો ઓડીયો-વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી સિનિયર સિટીઝન પાસેથી નાણાં પડાવી બ્લેકમેલ કરવામાં આવતા હોવાનું જણાતા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી પી ઝા, પીએસઆઇ અ.આર. રાવલ, હેકો ભગીરથસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજા, પો.કો. કલ્પેશ મૈયડ, એએસઆઈ ડી.જે. ભુસા, ચંપાબેન વાઘેલા, ધર્મેશ વનાણી, રાજેશ પરમાર, રાહુલ મકવાણા, જેસા ડાંગર, રંજનાબેન વાઘ, વિકી ઝાલા, પુજાબેન ધોળકિયા, ગીતાબેન હિરાણી, ચંદ્રિકાબેન ચાવડા, નીલમબેન સીસોદીયા, અલ્કાબેન કરમુર સહિતના સ્ટાફે સિનિયર સિટીઝન સાથે મિત્રતા કેળવ્યા પછી મહિલાના પતિ સાથે છૂટાછેડા લેવા માટે વકીલના ખર્ચના પૈસાની માંગણી કરી અને તેનો પણ વિડીયો વાયરલ થશે તેવી ધમકી આપી બ્લેકમેલ કરાતું હતું. સાથોસાથ નકલી પોલીસ ઇન્સ્પેક્ટર બનીને પણ મોબાઈલ ફોન કરી ડરાવી ધમકાવી બ્લેકમેલ કરતો હતો.
નકલી વકીલ અને નકલી પોલીસ અધિકારીના ફોન કરાવી ધમકાવી 1.25 લાખની માંગણી કરી
દરમ્યાન આવી જ એક ફરિયાદ સિનિયર સિટીઝન દ્વારા કરવામાં આવી હતી કે સોશિયલ મીડિયાના માધ્યમથી હીના પટેલ નામના કોઈ પણ વ્યક્તિએ તેઓ સાથે મિત્રતા કેળવ્યા પછી પતિ સાથે છુટાછેડાના બહાને નકલી વકીલ અને નકલી પોલીસ અધિકારીના ફોન કરાવી ધમકાવી 1.25 રૂપિયાની માંગણી કરી અને 75 હજાર રૂપિયામાં પતાવટ કરવા જણાવ્યું હતું. સાયબર ક્રાઇમ સેલની ટીમે સોશિયલ મીડિયાના એનાલિસિસ કરી તપાસનો દોર ખંભાળિયા સુધી લંબાવી હતી અને એક હોટલના મેનેજર જતીન લાભશંકરભાઈ પંડ્યા (રહે. રામનાથ સોસાયટી, ખંભાળિયા) અટકાયત કરી લઈ પૂછપરછ હાથ ધરવામાં આવતા આ પ્રકરણની કબુલાત આપી દીધી હતી.
હીના પટેલના વોઇસમાં ફોન કરી પતિને છુટાછેડા આપવા માટે વકીલની ફીના પૈસા માંગતો
જતીને હીના પટેલના વોઇસમાં ફોન કરી ફેસબુકમાં પોતે હીના પટેલના નામે મિત્રતા કેળવતો હતો. ત્યાર પછી પોતાના પતિને છુટાછેડા આપવા માટે વકીલની ફીના પૈસા માટે દબાણ કરી સિનિયર સિટીઝનને બ્લેકમેલ કરતો હોવાનું કબૂલ્યું હતું. સાથોસાથ જરૂર પડયે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી તરીકે પણ પોતે જ ફોન કરીને ડરાવી ધમકાવી પૈસા માંગતો હતો. જેમાં તેના એક સાગરીતની પણ મદદ લેતો હતો. આખરે તેની સામે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધી ધરપકડ કરી તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. ઉપરાંત તેના એક સાગરિતની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.