જામનગર: વૃદ્ધ દંપતિને ડિજિટલ એરેસ્ટનો ભોગ બનતાં સાયબર સેલની ટીમે બચાવ્યા


- જામનગરના એક વૃદ્ધ દંપતિ સાયબર ટોળકીનો શિકાર બન્યા
- પોલીસ મથકે બોલાવીને સાયબર ફ્રોડ સહિતની જાણકારી આપવામાં આવી
- ડિજિટલ એરેસ્ટ પ્રકારે ફસાવવાનો પ્રયાસ કરાયો હતો
જામનગરના એક વૃદ્ધ દંપતિ સાયબર ટોળકીનો શિકાર બન્યા હતા. જેમાં તેમને આરોપી દ્વારા ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયત્ન કરાયો હતો. સમગ્ર ઘટના લઈને સાઇબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા દંપતિને ફ્રોડ થતાં બચાવાયા હતા. આ પછી દંપતીને સાયબર સેલના પોલીસ મથકે બોલાવીને સાયબર ફ્રોડ સહિતની જાણકારી આપવામાં આવી હતી.
ડિજિટલ એરેસ્ટ પ્રકારે ફસાવવાનો પ્રયાસ કરાયો હતો
જામનગરના એક વૃદ્ધ દંપતિને ગત 11 માર્ચ, 2025ના રોજ ડિજિટલ એરેસ્ટ પ્રકારે ફસાવવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં પોલીસ યુનિફોર્મમાં એક શખ્સે વૃદ્ધ સાથે વાત કરી હતી. સમગ્ર ઘટનાને લઈને વૃદ્ધ દંપતિએ જામનગરના એસપીને જાણ કરવામાં આવી હતી.
જિલ્લા પોલીસવડાએ આ મામલે સાયબર ક્રાઈમને કેસ સોંપ્યો
આ પછી જિલ્લા પોલીસવડાએ આ મામલે સાયબર ક્રાઈમને કેસ સોંપ્યો હતો. જેમાં સાયબર પોલીસ સ્ટેશનના પી.આઈ. અને સ્ટાફ દ્વારા વૃદ્ધ દંપતિને ડિજિટલ અરેસ્ટનો ભાગ બનતાં બચાવ્યા હતા. પોલીસે વૃદ્ધ દંપતિને સાયબર ફ્રોડને લઈને જાણકારી આપી હતી અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના સામે આવે તો સાયબર સેલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
આ પણ વાંચો: સુરત : 30 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપી વેપારીને એક વર્ષની કેદ