કચ્છ - સૌરાષ્ટ્રચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

જામનગર : પશુઓને અપાતા લમ્પીના ઇન્જેક્શનમાં દવાને બદલે પાણી હોવાનો કોંગ્રેસનો આરોપ

Text To Speech
જામનગર શહેર સહિત રાજયમાં છેલ્લાં થોડા સમયથી ગૌવંશમાં લમ્પી રોગએ હાહાકાર મચાવ્યો છે. જામનગરમાં અનેક ગાયો લમ્પી રોગનો ભોગ બની છે. જેના કારણે અનેક ગૌવંશના મૃત્યુ પણ થયા છે. ગૌવંશને લમ્પી રોગથી રક્ષણ માટે રસીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ રસીકરણમાં ગોબાચારી થતી હોય વેક્સિનના બદલે પાણીના ઇન્જેકશન આપવામાં આવતા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. જેના પગલે ચકચાર મચી ગઈ છે.
ધારાસભ્ય વિક્રમ માડમે વેટરનરી તબીબોની ઓડીયો કલીપ કરી જાહેર
લમ્પી વાયરસ માટે થતા આ રસીકરણમાં ગોબાચારી થતી હોય વેક્સિનના બદલે પાણીના ઇન્જેકશન આપવામાં આવતા હોવાનો ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા આક્ષેપ કરાયો છે અને આ અંગેની બે તબિબો વચ્ચેની ઓડિયો ક્લીપ પણ રજુ કરી છે. ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા જામનગરમાં લમ્પી વાયરસગ્રસ્ત ગૌ વંશને વેકિસનના બદલે પાણી ભરેલાં ઇન્જેકશન આપવામાં આવતા હોવાનો સનસનાટીજનક આક્ષેપ કર્યો છે. ધારાસભ્યએ જામનગર મહાનગરપાલિકાના પશુ ડોકટર ડો.ગોધાણી અને 8-10 દિવસ પૂર્વે જામનગરમાં મુકાયેલ ડો.સોલંકી વચ્ચેની વાતચીતનું ચોકાવનારુ રેકોડીંગ રજુ કર્યું હતું.
ડોક્ટરની સામે તપાસ કરી ધરપકડ કરવા માંગ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અબોલ પશુઓના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે અને અબોલ પશુઓને આવા ઇન્જેકશન આપવામાં આવે તેના શિંગળા લાલ કરવામાં આવે છે. તેમજ વધુમાં જણાવ્યું હતું કે, દરરોજ અંદાજીત 150 જેટલી ગાયોના મૃત્યુ આ રોગને કારણે થતાં હોવાનું સરકારી ચોપડે નોંધાઇ રહ્યું છે. ત્યારે ગાયોના આરોગ્ય સાથે ચેડા કરતાં ડોકટરો સામે પગલાં લઇ ધરપકડ કરવા માંગણી કરી હતી.
મ્યુનિસિપલ કમિશ્નરે આપ્યા તપાસના આદેશ, ગોધાણીને કરાયા ફરજ મોકૂફ
આ મામલે જ્યારે હો હો દેકારો મચી ગયો છે ત્યારે મ્યુનિસિપલ કમિશ્નર વિજય ખરાડી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. દરમ્યાન તેઓએ વધુ એક આકરૂ પગલું ભરતા તાત્કાલિક અસરથી આ કોન્ટ્રાક્ટ ગોધાણી પાસેથી રદ્દ કરીને તેને ફરજ મોકૂફ કર્યા છે.
Back to top button