ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ટ્રમ્પના પુત્રએ અનંત-રાધિકા સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી, જામનગરમાં વનતારાની મુલાકાત લીધી

જામનગર, 21 નવેમ્બર 2025: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર તેની ગર્લફ્રેન્ડ સાથે જામનગરના મહેમાન બન્યા છે. તેઓ સાંજે જામનગર એરપોર્ટ પર ઉતર્યા હતા. જે બાદ VVIP સુરક્ષા બંદોબસ્ત સાથે રિલાયન્સ દ્વારા સંચાલિત ‘વનતારા’ પ્રોજેક્ટ ખાતે જવા રવાના થયા હતા. જ્યાં વનતારાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગણપતિ મંદિરમાં દર્શન કર્યા હતા અને રાધિકા અને અનંત અંબાણી સાથે ગરબા પણ રમ્યા હતા.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર જુનિયર ટ્રમ્પ અંબાણી પરિવારના આમંત્રણ પર જામનગર પહોંચ્યા હતા. તેમની આ મુલાકાત શહેર માટે એક વિશેષ પ્રસંગ બની રહી હતી.

રાધિકા અને અનંત અંબાણી સાથે ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર તેની ગર્લફ્રેન્ડ ગરબે ઘૂમ્યા હતા. જામનગરમાં રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. મારૂ મન મોર બની થનગાટ કરે સહિતના ગરબાના તાલે હાથમાં દાંડિયા લઈ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.

અનંત અંબાણી સાથે મુલાકાત કર્યા બાદ જુનિયર ટ્રમ્પ વનતારા જોવા ગયા હતા. વનતારામાં તેમણે પ્રાણી સંગ્રહાલય અને કુદરતી સૌંદર્યને નિહાળ્યું હતું. અંબાણી પરિવારના પર્યાવરણ સંરક્ષણના વિઝનને નજીકથી જોયું હતું. આ મુલાકાતથી તેમને પ્રકૃતિ પ્રત્યેની ભારતીય સંસ્કૃતિની ઊંડાણપૂર્વકની સમજ મળી હતી.

આ પણ વાંચો: ગોરા છોકરાનો જન્મ થતાં પતિને શંકા ગઈ, પાડોશીઓએ ટોણા માર્યા તો પત્નીની હત્યા કરી નાખી

Back to top button