જામનગર : બસ અને બોલેરો વચ્ચે અકસ્માત, બોલેરોના ચાલકનું મૃત્યુ, 15 મુસાફરો ઘાયલ


- લકઝરી બસની અંદર 15 જેટલા મુસાફરો બેઠા હતા
- સમગ્ર બનાવ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથધરાઇ
- બે ઈજાગ્રસ્તોની હાલત ગંભીર ગણાવાઇ રહી છે
જામનગર નજીક ચંગા ગામની પાસે પુરપાટ ઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ બોલેરો પીકપવેન સાથે ડિવાઈડર કૂદીને ટકરાઈ ગઈ હતી, અને બોલેરો પલટી મારી ગઇ હતી. જેમાં ભયંકર અકસ્માત થયો હતો.
લકઝરી બસની અંદર 15 જેટલા મુસાફરો બેઠા હતા
અકસ્માતમાં બોલેરોના ચાલક મોટા થાવરીયા ગામના જસ્મીન મનસુખભાઈ તાળાને ગંભીર ઈજા થઈ હોવાથી તેમનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત લકઝરી બસની અંદર 15 જેટલા મુસાફરો બેઠા હતા, જે તમામને પણ નાની મોટી ઈજા થઈ હોવાથી અલગ અલગ ચાર 108 એમ્બ્યુલન્સની મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં બે ઈજાગ્રસ્તોની હાલત ગંભીર ગણાવાઇ રહી છે.
સમગ્ર બનાવ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથધરાઇ
આ અકસ્માતના બનાવની જાણ થતા પંચકોશી બી.ડિવિઝનનો પોલીસ કાફલો તેમજ ટ્રાફિક શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સૌ પ્રથમ વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો છે, જયારે સમગ્ર બનાવ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથધરાઇ રહી છે.
આ પણ વાંચો: અમદાવાદ : કાલુપુર સ્ટેશન પર આવતી-જતી બે ટ્રેન એક મહિના સુધી રદ