ગુજરાતટ્રેન્ડિંગ

જામનગર: કેટરિંગનો વ્યવસાય કરતા યુવાને રેલવેમાં ટેન્ડરની લાલચે રૂ. 6 લાખ ગુમાવ્યા

Text To Speech
  • વિજયસિંહ વાળાએ અગાઉ રેલવેમાં ટેન્ડર ભરવા માટે રૂપિયા 6 લાખ માંગ્યા હતા
  • ખાનગી ગોલ્ડલોનની કંપનીમાંથી પોતાનું સોનું ગીરવે મૂકીને ગોલ્ડ લોન કરાવી
  • પોલીસે આઇપીસી કલમ 420 મુજબ ગુનો નોંધી અને આરોપીની શોધખોળ હાથ ધરી

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને કેટરિંગનો વ્યવસાય કરતો યુવાન એક શખ્સની જાળમાં ફસાયો હતો. અને રેલવેમાં ટેન્ડર ભરવાના બહાને ગોલ્ડ લોન મારફતે રૂપિયા 6 લાખ મેળવી લીધા બાદ નાણા પરત નહીં કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

6 લાખ રૂપિયાની રકમ ફરિયાદીએ ગોલ્ડ લોન કરાવીને આપી હતી

આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને કેટરિંગનો વ્યવસાય કરતા મૂળ કેરળ રાજ્યના વતની સુરેશકુમાર ભાસ્કરને જામનગરના મયુર નગર વિસ્તારમાં રહેતા વિજયસિંહ વાળા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી સુરેશભાઈ પાસેથી આરોપી વિજયસિંહ વાળાએ અગાઉ રેલવેમાં ટેન્ડર ભરવા માટે રૂપિયા 6 લાખ માંગ્યા હતા, તે 6 લાખ રૂપિયાની રકમ ફરિયાદીએ ગોલ્ડ લોન કરાવીને આપી હતી.

ખાનગી ગોલ્ડલોનની કંપનીમાંથી પોતાનું સોનું ગીરવે મૂકીને ગોલ્ડ લોન કરાવી

જામનગરમાં ડી.કેવી કોલેજ રોડ પર આવેલી એક ખાનગી ગોલ્ડલોનની કંપનીમાંથી પોતાનું સોનું ગીરવે મૂકીને ગોલ્ડ લોન કરાવી આપી હતી. જેના ત્રણેક મહિનામાં 6 લાખ રૂપિયા ચૂકવી દેવાનું વિજયસિંહ વાળાએ જણાવ્યું હતું. પરંતુ લાંબો સમય વીતી ગયો હોવા છતાં રૂપિયા પરત આપ્યા ન હતા, અને ફરીયાદી સુરેશ ભાસ્કરને આરોપી વિજયસિંહ વાળાની તપાસ કરાવતાં ઉપરોક્ત વ્યક્તિ અન્ય લોકોને પણ પોતાની સાથે ચીટીંગ કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી આખરે મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ 420 મુજબ ગુનો નોંધી અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો: જૂનાગઢ: લીલી પરિક્રમા પદયાત્રીઓ માટે 108ની સુવિધા 24X7 શરૂ, એક દિવસમાં જાણો કેટલા દર્દી આવ્યા 

Back to top button