જામનગર : રિલાયન્સ પાસે આવેલી થ્રી સ્ટાર હોટેલમાં ભયાનક આગ, ૪૦થી વધુ લોકો ફસાયા હોવાના અહેવાલ
જામનગર – જામ ખંભાળિયા હાઈવે ઉપર રિલાયન્સ કંપની નજીક આવેલા સિક્કા ગામમાં આવેલી થ્રી સ્ટાર હોટેલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. લગભગ સાંજે 8 વાગ્યાના સુમારે લાગેલી આગે જોત જોતામાં ભયાવહ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ છે અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો છે.
જામનગર હોટેલમાં ભીષણ આગ
અહેવાલ મુજબ 40 લોકો ઇજાગ્રસ્ત હોવાની માહિતી
તમામ લોકો સુરક્ષિત હોવાની કલેક્ટરે આપી માહિતી #jamnagarfire #Jamnagar #Gujarat #GujaratiNews #HumDekhengeNews #HumDekhenge pic.twitter.com/uol5I8nTu3— Hum Dekhenge News (@humdekhengenews) August 11, 2022
Gujarat | The fire that broke out in the hotel near Moti Khavdi has been brought under control. There were 27 people in the hotel & hotel staff. All are safe. 2-3 people have complained of breathlessness & have been admitted to the hospital: Saurabh Parghi, Jamnagar Collector pic.twitter.com/0Oj7xwBLuf
— ANI (@ANI) August 11, 2022
રિલાયન્સ, નાયરા, દિગ્વિજય ગ્રામ સહિતનો ફાયર કાફલો દોડી ગયો
મળતી માહિતી મુજબ જામનગરથી જામ ખંભાળિયા જતા હાઈવે ઉપર રિલાયન્સ નજીક સિક્કા ગામ પાસે આવેલી હોટેલ એલન્ટોમાં મોડી સાંજે આગ લાગી છે. બનાવની જાણ થતાની સાથે જ જામનગર ઉપરાંત રિલાયન્સ અને નાયરા જેવી મહાકાય કંપની તેમજ સિક્કા દિગ્વિજય ગ્રામ પંચાયતનો ફાયર વિભાગનો કાફલો દોડી આવ્યો છે અને આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.