જામનગર: બેડી વિસ્તારમાં ભૂમાફિયા રજાકના બંગલા પર બુલડોઝર ફેરવી દેવાયુ
જામનગર, 30 ડિસેમ્બર: જામનગરના બેડી વિસ્તારમાં સરકારી ખરાબામાં 26 વર્ષ પહેલાં જમીન પર કબજો કરી બંગલો બનાવનાર ભૂમીફિયાના ગેરકાયદેસર દબાણ પર જામનગર પોલીસ સહિતની વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. આજે વહેલી સવારે તંત્ર દ્વાર સરકારી જગ્યા પર 26 વર્ષ પહેલાં ગેરકાયદેસર રીતે કબજો કરી બનાવેલ બંગલા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
50થી વધુ ગુનાઓ ધરાવતા ભૂમાફિયાના બંગલા પર ફર્યુ બુલડોઝર
જામનગર શહેરમાં જુગારનો અડ્ડાથી લઈને સામાન્ય લોકોને રંજાડીને ખૂનની કોશિશ, મારામારી જેવા અસંખ્ય ગુના આચરીને કહેર મચાવનાર કુખ્યાત ગુનેગાર રજાક સાઇચાનાં સરકારી જગ્યા પર ગેરકાયદેસર બંગલો બનાવીને કબજો કરેલ બંગલો પર આજે વહેલી સવારે તંત્ર દ્વારા પોલીસવડા પ્રેમસુખ ડેલુની હાજરી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. પોલીસ કહ્યું કે, ‘રજાક સાઈચા અને તેના પરિવાર વિરૂદ્ધ જામનગર જિલ્લામાં ખુનની કોશિશ, રાયોટિંગ, વ્યાજ વટાવ, સરકારી કર્મચારી પર હુમલો, મકાન પચાવી પાડવા, મારામારી, જાનથી મારી નાખવાની ધમકી, જુગાર, પ્રોહિબિશન જેવા અંદાજિત 50 કરતા પણ વધારે ગુનાઓ દાખલ થયેલ છે.’
એસ.પી.સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળ પર
આવી અસામાજીક પ્રવુતિઓ કરતા ગુનેગાર વિરૂદ્ધ કાર્યવાહી થતા ગુંડાઓમાં ભયનો માહોલ અને જામનગરની પ્રજામાં હર્ષ સાથે સંતોષની લાગણી પ્રસરી ગયેલ છે, આજે આ ઓપરેશન દરમિયાન એસ.પી.સાથે જામનગર શહેર DYSP જયવીરસિંહ ઝાલા, એલસીબી અને ત્રણેય ડીવીઝનના પોલીસ ઇન્સ્પેકટરો સહિતની મોટી પોલીસ ટીમ સ્થળ પર હાજર રહી હતી.
આ પણ વાંચો: ખેતીની જમીનના દસ્તાવેજની નોંધણી માટેની અલગ વ્યવસ્થા બંધ કરવા સરકારનો નિર્ણય