ગુજરાતટ્રેન્ડિંગ

જામનગર: ઓનલાઈન ફ્રોડથી મેળવેલા રૂપિયા સગવગે કરતા 3 ઇસમો ઝડપાયા

Text To Speech
  • આરોપીઓને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે
  • મોબાઇલ ફોન લેપટોપ- ટેબલેટ તથા બેન્કને લગતા સંખ્યાબંધ સાહિત્ય ઝડપાયા
  • કૈલાસ હોટેલના રૂમ નંબર 209માંથી આરોપીઓ પકડાયા છે

જામનગરની હોટલમાં કેટલાક વ્યક્તિઓ ગેમિંગથી મેળવેલા નાણા ઓનલાઈન સગવગે કરી રહ્યા છે, તેવી બાતમીના આધારે જામનગરની સાઈબર ક્રાઇમ પોલીસની ટીમ તથા એસ.ઓ.જી. શાખાની ટુકડીએ સામુહિક રીતે દરોડો પાડીને 4 શખ્સોને ઝડપી પાડયા હતા.

મોબાઇલ ફોન લેપટોપ- ટેબલેટ તથા બેન્કને લગતા સંખ્યાબંધ સાહિત્ય ઝડપાયા

પોલીસે આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન લેપટોપ- ટેબલેટ તથા બેન્કને લગતા સંખ્યાબંધ સાહિત્ય વગેરે કબ્જે કર્યા હતા. શહેરની ઓસવાળ હોસ્પિટલ સામે આવેલ કૈલાસ હોટેલના રૂમ નંબર 209માં ત્રણ અજાણ્યા ઇસમો લેપટોપ, ટેબલેટ તેમજ મોબાઇલ ફોન દ્વારા લોકો સાથે ઓનલાઈન ફ્રોડથી મેળવેલ નાણા સગેવગે કરી ગેર કાયદેસર આર્થિક વ્યવહારો કરી રહ્યા છે. જે બાતમી નાં આધારે પો.સબ ઈન્સ. એચ.કે ઝાલાએ સાયબર કાઈમ પોલીસ સ્ટેશન અને એસ.ઓ.જી પોલીસ સ્ટાફને સાથે રાખીને બાતમી વાળી જગ્યાએ રેડ કરતા આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

આરોપીઓને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે

પકડાયેલા આરોપીઓમા રાહુલ હિરાભાઈ નારોલા, એમ.ડી. નાસિર, અવિનાશ પ્રસાદ ઓમપ્રકાશ મહતો અને તુષાર ઘેટીયા પાસેથી અલગ-અલગ બેંક એકાઉન્ટસની ચેકબુક નંગ-૩, અલગ-અલગ બેકના ડેબીટ કાર્ડ નંગ-8, લેપટોપ-1, ટેબલેટ-1, મોબાઈલ ફોન નંગ- 5 અને છુટક સીમકાર્ડ-3 કબ્જે કરવામાં આવ્યા હતા. સમગ્ર બાબતો મેળવવા માટેની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે, અને આરોપીઓને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ પણ વાંચો: દાહોદમાં નકલી NA પ્રકરણમાં પોલીસે APMCના ડાયરેક્ટરની ધરપકડ કરી

Back to top button