જામનગર : 15 વર્ષની તરુણીએ મોબાઈલના કારણે જીવન ટુંકાવ્યું


- સ્કૂલ બેગમાંથી મોબાઈલ પકડાઈ જતાં લાગી આવ્યું
- પુત્રીએ આપઘાત કર્યો હોવાનું પોલીસમાં નિવેદન
- હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી
જામનગરના હાપામાં 15 વર્ષની એક તરુણીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ભારે ચકચાર જાગી છે. મૃતકના પિતાએ સ્કૂલના બેગમાંથી મોબાઈલ મળ્યા બાદ પુત્રીએ આપઘાત કર્યો હોવાનું પોલીસમાં નિવેદન આપ્યું છે.
રામદેવપીરના મંદિર નજીક 15 વર્ષીય તરુણીએ આપઘાત કર્યો
મળતી માહિતી અનુસાર, હાપા વિસ્તારમાં રામદેવપીરના મંદિર નજીક 15 વર્ષીય તરુણીએ આપઘાત કર્યો છે. મૃતકનું નામ દીક્ષીતા સોયગામા છે. મૃતકના પિતાએ પોલીસમાં આપેલા નિવેદન અનુસાર, શાળાના શિક્ષકે તરૂણીનો બેગ ચેક કરતા તેમાંથી મોબાઈલ મળ્યો હતો.
પિતા તથા મારી દાદીને આ બાબતની જાણ ન કરતા
આ દરમિયાન તરૂણીએ શિક્ષકને કહ્યું હતું કે, પિતા તથા મારી દાદીને આ બાબતની જાણ ન કરતા તે મને મારશે. આ ઘટના બન્યા બાદ સતત ગુમ સુમ રહેતી તરુણીને મનમા લાગી આવ્યું અને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે.
આ પણ વાંચો: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને કેટલીક ચોંકાવનારી વિગતો મળી