અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રકૃષિખેતીગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

બે ગુજરાતી પશુપાલકને શ્રેષ્ઠ પશુપાલક કેટેગરીમાં ‘રાષ્ટ્રીય ગોપાલ રત્ન’ એવોર્ડ

Text To Speech
  • સુરતના નિલેશભાઈ આહીર દ્વિતીય ક્રમે અને વલસાડના શ્રીમતી બ્રિન્દા શાહને તૃતીય ક્રમે પુરસ્કાર એનાયત
  • રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે આસામ ખાતેથી કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર એનાયત

ગુવાહાટી, આસામ, 6 ડિસેમ્બરઃ દેશી ગાય/ભેંસની બ્રીડ ઉછેરનાર શ્રેષ્ઠ પશુપાલક કેટેગરીમાં બે ગુજરાતી પશુપાલકોને ‘રાષ્ટ્રીય ગોપાલ રત્ન’ એવોર્ડ પ્રાપ્ત થતા પુન: ગુજરાતના પશુપાલકોએ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે આસામ ખાતે યોજાયેલા સમારોહમાં કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે દેશી ગાય/ભેંસની બ્રીડ ઉછેરનાર શ્રેષ્ઠ પશુપાલક કેટેગરીમાં સુરતના શ્રી નિલેશભાઈ આહીર દ્વિતિય ક્રમે અને વલસાડના શ્રીમતી બ્રિન્દા શાહને તૃતીય ક્રમે ‘રાષ્ટ્રીય ગોપાલ રત્ન’ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

દેશી ગાય પુરસ્કાર-HDNews
દેશી ગાય પુરસ્કાર-photo by Information dept.

રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર એ પશુધન અને ડેરી ક્ષેત્રના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારોમાંનો એક છે. એટલું જ નહિ, પશુધન ક્ષેત્રનું આજે ભારતીય અર્થતંત્રમાં ખૂબ મોટું યોગદાન છે. આ ક્ષેત્રમાં કાર્યરત એઆઈ ટેકનિશિયન અને ડેરી સહકારી મંડળીઓ/દૂધ ઉત્પાદક કંપની/ડેરી ખેડૂત ઉત્પાદક સંસ્થાઓને આ એવોર્ડ (૧) દેશી ગાય/ભેંસની જાતિઓ ઉછેરના શ્રેષ્ઠ ડેરી ખેડૂત, (૨) શ્રેષ્ઠ ડેરી સહકારી મંડળી /દૂધ ઉત્પાદક કંપની/ડેરી ખેડૂત ઉત્પાદક સંસ્થા અને (૩) શ્રેષ્ઠ કૃત્રિમ બીજદાન ટેકનિશિયન (AIT) એમ કુલ ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે.

દેશી ગાય ઉછેર-HDNews
દેશી ગાય પુરસ્કાર-photo by Information dept.

આ માટે ઓનલાઈન પોર્ટલ પર દેશભરમાંથી પશુપાલકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, દેશભરમાંથી પશુપાલકોની આવેલી કુલ ૧૭૭૦ અરજીઓ પૈકી અલગ-અલગ ત્રણ કેટેગરી માટે પસંદગી પામેલા ૧૦ પશુપાલકોમાં ગુજરાતના બે પશુપાલકોનો સમાવેશ થયો છે.

એચડી ન્યૂઝની યુટ્યુબ ચેનલ ઉપર જૂઓ ટૉપ-10 ન્યૂઝ 

Back to top button